________________ જ કાલના જમાનામાં ના 312 ધન્યકુમાર ચરિત્ર. વંદ સાંભળીને તે ધનિકે આસન પરથી ઉભા થઈ સાત આઠ પગલા તેની સન્મુખ આવી તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા, અને તેને બહુમાનપૂર્વક બીજા ભદ્રાસન પર બેસાડી પોતે પિતાના ભદ્રાસન પર બેઠે. તેના ગુણથી રંજીત થયેલા ધનિકે તેને પૂછયું કે- હે ભટ્ટજી ! આપ કયા દેશના રહીશ છે ? અહીં આપનું પધારવું શા કારણે થયું છે? કથા પુણ્યશાળીને ઘેર આપને ઉતારે છે? અને આપનું નામ શું છે?” આ પ્રમાણે તે ધનિકના પૂછવાથી બ્રાહ્મણ બે કે-“હે ગેબ્રાહ્મણ પ્રતિપાળક શેઠ! હું કાશીદેશમાં વારાણસી નામની પવિત્ર મહાપૂરીમાં રહું છું, બ્રાહ્મણના પકમાં તત્પર છું, સમગ્ર શાસે ભણેલ છું, ધર્મની રૂચિવાળાને પુરાણાદિકની કથા શ્રવણ કરાવવાવડે મારી વૃત્તિ (આજીવિકા) ચાલે છે. અનેક બ્રાહ્મણેને હું વેદાદિક શાસ્ત્રનું અધ્યયન કરાવું છું, તે નગરીનો રાજા પણ ભક્તિપૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે સે ગામ આપેલાં છે, તેથી હું સુખે વસું છું. હે શેઠ ! એકદા શાસ્ત્ર વાંચતાં તેમાં યાત્રાને અધિકાર આવ્યું. તેમાં મેં વાંચ્યું કે મનુષ્ય જન્મ પામીને જેણે યાત્રા કરી નથી, તેનો જન્મ અંતર્ગડુના જે નિષ્ફળ છે. આ પ્રમાણે યાત્રાનું માહાત્મ જાણીને મને તીર્થાટન કરવાની ઈચ્છા થઈ; તેથી હું ઘર આગળ પાલખી, મિયાના, વિગેરે વાહનોની સામગ્રી છતાં પણ તીર્થયાત્રા પગે ચાલીને કરવાથી મેટા ફળને દેનારી થાય છે, તેથી તે સર્વ છેડીને એક જ તીર્થયાત્રા માટે નીકળે છું અને ફરતાં ફરતાં ગઈ કાલેજ અહીં આવ્યો છું. એક શાસ્ત્રાભ્યાસની શાળામાં ભારે ઉતારે છે. ત્યાં રાત્રીનું નિર્ગમન કરી પ્રાતઃકાળે સ્નાનાદિક પટકર્મ કરી