________________ સપ્તમ પલ્લવ. 311 તેનું હાસ્ય કરતા નથી, પણ ઉલટી તેની પ્રશંસા કરે છે કે“અહો ! આ પુરૂષ વૃદ્ધ થયા છતાં પણ સ્વઉપાજિત ધનથી જ પિતાને નિર્વાહ કરે છે, કોઈની પુત્રાદિકની) પરતંત્રતા ભગવતો નથી. જે પ્રાણએ એકજવાર મારું સ્વરૂપ જોયું હેય ને જન્માંતરમાં પણ મને વિસરતો નથી, અને તેને તે ત્રણ પખવાડીયામાંજ ભૂલી જાય છે. માટે હે સરસ્વતી ! મારી પાસે તારૂં માન કેટલું ? જે કદાચ આ મારી વાતપર તને વિશ્વાસ આવતો ના હૈય, તો આ સમીપે શ્રીનિવાસ નામનું નગર છે, ત્યાં તું જા. આપણે આપણું મહત્વની પરીક્ષા કરીએ.' તે સાંભળીને સુરસ્વતી બોલી કે ઠીક, ચાલ.” ત્યાર પછી તે બન્ને દેવી લાલ રની સમીપના ઉધાનમાં ગઈ. લક્ષ્મી બેલી કે-“હે છે, તું કહે છે કે હું જ જગતમાં સર્વથી માટી છું, તો તું જ નગરમાં જા અને તારી શક્તિથી તું સર્વ લેકોને વશ કરજે. પછીથી હું આવીશ, અને તારે આધીન થયેલા પુરૂષે મને ભજે છે કે નહીં તે જોજે.તેમાં આપણે બંનેનું મહત્વ જણાઈ આવશે.' - ત્યાર પછી સરસ્વતી મનોહર, અને સ્વરૂપવાળું અને વસ્ત્ર આભૂષણથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નગરમાં ગઈ. બજારમાં જતાં એક મેટે મહેલ જોયો. તેમાં કેટી ધનને સ્વામી રહેતો હતો. ત્યાં મહેલના દ્વારની પાસે તે ધનિકનું સ્વ ર્ગના વિમાન જેવું સભાસ્થાન હતું. તેમાં ઘણા ઉત્તમ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલે તથા અનેક સેવકોથી સેવા તે ધનિક એક મનહર ભદ્રાસન પર બેઠો હતો. તેને જોઈને આ માયાવી બ્રાહ્મણે આશીર્વાદ આપે. ત્યારે મનોહર સ્વરૂપ, ઉત્તમ વેષ અને ગુણના સમુહથી અલંકૃત એવા તે પવિત્ર બ્રાહ્મણને આશી