________________ 310 ધન્યકુમાર ચરિત્ર. છે, અને કોપયુક્ત દેખે તો ખેદ પામે છે, તથા સ્તુતિ આદિ ઉપાવડે કોઈ પણ પ્રકારે તેને રેષ દૂર કરે છે. અહે ! આ સંસારમાં મહારાજાની ઘટના (રચના) કેવી વિષમ છે?' તેથી હે સરસ્વતી ! તારા અંગીકાર કરેલા પુરૂષો મારા અં ગીકાર કરેલા પુરૂષના સેવક સમાન છે. મારા અંગીકાર કરેલા પુરૂષના દોષ પણ ગુણરૂપજ થાય છે, માટે જગતમાં હું જ મેટી છું. વળી તે સરસ્વતી ! માત્ર જૈનમુનિઓ સિવાય બીજા જે પુરૂષે તારૂં સેવન કરે છે, તેઓ સર્વે પ્રાયે મારે માટે જ કરે છે; કેમકે શાસ્ત્રને પ્રયાસ કરી વિદ્વાન થઈને હું લક્ષ્મીનું ઉપાર્જન વર્લન તેજ તેમનું સાધ્ય હોય છે. તેમાં પણ આ જગતમાં પુરાણદિકnકે જ તને અનુસરે છે, તેઓ પણ ઉત્સાહ રહિત માત્ર ચાલે દેવતાના કે અધ્યાપકના ભયથી જ તારૂં સેવન કરે છે, પરંતુ પ્રીતિપૂર્વક તેને અનુસરતા નથી. બીજા કેટલાક વૃદ્ધ પુરૂ ષ તને અનુસરે છે, તેઓ પણ લજજાથી કે ઉદરભરણના ભયથી અથવા મારા અંગીકૃત પુરૂષને પ્રસન્ન કરવાના હેતુથી ગુપ્ત રીતે અભ્યાસ કરે છે, કેમકે લેકે પણ તેમની હાંસી કરે છે કે–“અહો! આટલી મેટી ઉમરે હવે ભણવા બેઠા છે, હવે પાકે ઘડે કાંઠા ચડવાના છે? ઇત્યાદિ કહીને લેકે તેનું ઉપહાસ કરે છે, અને મારે માટે તે સર્વે સંસારી છે અનાદિ કાળથી સર્વ અવસ્થામાં મને અનુકૂળ છે. નાનાં બાળકે પણ મારું નાણાદિક સ્વરૂપ જઈને તરતજ ઉલ્લાસ પામે છે, હસે છે, અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબે કરે છે, તે પછી જેઓ અધિક અધિક ઉમરવાળા હોય છે, તેઓ મને જોઈને ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય! વૃદ્ધ લેકે પણ મને ઉપાર્જન કરવા માટે યત્ન કરે તેમાં કોઈ પણ