________________ સપ્તમ પલ્લવ. 307 તેને સર્વથા નાશ કરે છે. અહે! આવી રીતે ઘણાને આધીન રહેનારી લક્ષ્મીને ધિક્કાર છે.” છે ભવાભિનંદી પ્રાણીઓને તે આલેકમાં પણ આ લક્ષ્મી કલેશનું જ કારણ થાય છે. લક્ષ્મી હજારની, લાખની કે કરેડની સંખ્યામાં કે તેથી પણ અધિક પ્રમાણમાં મેળવી હેય અને પછી તે મૂકીને મૃત્યુ થાય છે તે પાપનાજ હેતુભૂત–પાપને જ બંધ કરાવનાર પાછળથી પણ થાય છે. કારણ કે પૂર્વે ઉપજેલી અને મૂકી દીધેલી લક્ષ્મી પછીથી પિતાના પુત્ર અગર બીજા કોઈના હાથમાં આવે છે તે પુરૂષ તેના વડે જે જે પાપકર્મો કરે છે તે તે પાપને ભાગીદાર લક્ષ્મીને સંચય કરી જનાર પુરૂષ જે ભવમાં તે વર્તતે હોય તે ભવમાં ઈચ્છા ન હોય છતાં પણ થાય છે. આ મારૂં' તેમ કરીને પરવશપણાથી જે મૂકી દેવાય / છે તેને પાપવિભાગ અવશ્ય પછવાડે આવે છે અને અનુમતિ નહિ હોવાથી પુણ્યવિભાગ પછવાડે આવતા નથી પાપ તે પૂર્વે લખાયેલા દેવા-કરજનો કાગળની જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, વ્યાજ વધ્યા જ કરે છે; પુણ્ય તે નવીન વ્યાપારને અંગે વસ્તુ ગ્રહણમાં હતાર્પણ–સત્યકાર તુલ્ય છે. નવીન વ્યાપારમાં જે બેલે (સદે કરે) તેજ લાભ પામે છે, તેવી જ રીતે પુષ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતો નથી. આ પ્રમાણે લક્ષ્મી આભ અને પરભવ બંનેમાં દુઃખદેનારી છે. જેઓ શાસનું રહસ્ય ભણેલાં હય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરૂ ને તે કાશયષ્ટિ જેવી લક્ષ્મી પણ મુક્તિનું સુખ આપનારી 1 કલ દે-સાટું કરવું.