________________ 308 ધન્યકુમાર ચરિત્ર. થાય છે. તે કેવી રીતે? ડાહ્યો બુદ્ધિમાન પુરૂષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખીને તેને પરિકમિત કરીને જુદા જુદા ક્ષેત્રમાં ફરીને વાવે છે, પછી તેજ કાયષ્ટિનું ઝાડ શેરડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષ્મીને પણ જે માણસે જિનભુવન, જિનબિબ વિગેરે સાતે ક્ષેત્રમાં વાવરે છે તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લક્ષ્મી મેક્ષનું સુખ આપનાર થાય છે, નહિતિ તે સર્વરીતે અનર્થકારી જ થાય છે. આ પ્રમાણે મેળવેલી લક્ષ્મી પણ જો સ્થિર રહેતી હોય, તે “તેને બંધનમાં રાખવી સારી છે–વ્યાજબી છે, પણ તે લક્ષ્મી તે સમુદ્રના તરંગોની જેવી ચપળ છે. લક્ષ્મીને માટે અનેક મનુષ્યએ પ્રાણ ગુમાવ્યા છે, ગુમાવે છે, અને ગુમાવશે. લક્ષ્મી કોઈને ઘેર બંધાઈને રહેતી નથી. પુરાણાદિકમાં પણ નીચે જણાવ્યા પ્રમાણે લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ આપે છે. લક્ષ્મી–સરસ્વતીનો સંવાદ, * એકદા લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વિવાદ થયે, તેમાં સરસ્વતી બેલી કે-“જગતમાં હું જ મેટી છું, કારણકે મેં અંગીકાર કરેલા મનુષ્ય સર્વત્ર સન્માન પામે છે, અને તેઓ સર્વ પુરૂષાર્થના ઉપાયને પણ જાણે છે, કહ્યું છે કે-“વશે જૂથને નાગા વિદ્વાન સર્વત્ર પૂ. રાજા પિતાના દેશમાં જ પૂજાય છે, પણ વિદ્વાન તે સર્વત્ર પૂજાય છે. વળી તે લક્ષ્મી ! તું કે જે નાણરૂપે રહેલી છે, તેના મસ્તસ્પર પણ હું રહેલી હેલું, તે જ લેવા દેવા વિગેરે વ્યાપારમાં તારે વ્યવહાર થઈ શકે છે, અન્યથા તને કઈ ગ્રહણ કરતું નથી, માટે હું જ મેટી છું.”તે સાંભળીને લક્ષ્મી બેલી કે હે સરસ્વતી તેજે આ કહ્યું તે તો માત્ર કહેવારૂપે જ છે; તારાથી