________________ ' ' 306 ધન્યકુમાર ચરિત્ર. આશા ડાછીણીથી રસાયેલા સર્વે કે તેને મેળવવા નકામા દોડાદેડી-ધમાધમી કરે છે. હવે કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે, તે પણ તે અધિક મેળવવા તેને તે વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનના સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લક્ષ્મીનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં તેઓ ઉદ્યમ કરતા નથી. પ્રાપ્ત થયેલી લક્ષ્મી તે કેવળ અસાર છે, કર્મ બંધના હેતુભૂતજ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીને તે લક્ષ્મી કાશયષ્ટિની જેવી જ છે. જેવી રીતે કાશયષ્ટિની જરા છાલ પણ પેટમાં આવે તે માણસને પ્રાણને સંદેહ કરાવનાર થઈ પડે છે તથા રોગોની ઉત્પત્તિ કરાવે છે, તેવી રીતે હેરોથી પ્રાપ્ત કરાતી લમી પણ આલેક અને પરલેકમાં અનેક દુખે પ્રાપ્ત કરાવે છે–મેળવાવે છે. આ લેકમાં જેની પાસે લક્ષ્મી હોય તેની પછવાડે ભય તે ભમ્યા જ કરે છે અને તેને અનેક વિદ્ગોને સંભવ રહે છે. કારણકે - दायादाः स्पृहयन्ति तस्करगणा मुष्णन्ति भूमिभूजो, गृहन्ति च्छलमाकलय्य हुतभुग भस्मीकरोनि क्षणात् / अम्भः प्लावयते / विनिहितं यक्षा हरन्ति हठाद् , दुर्वृत्तास्तनया नयन्ति निधनं धिग् ववधीनं धनम् / / 0 સગા સંબંધીઓ લક્ષ્મીની ઇચ્છા કરે છે, ચેર લેકે તેને ચોરી જાય છે, છળ કરીને રાજાઓ તેને ઉપાડી જાય છે, અગ્નિ - એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાખે છે, પાણી તેને પલાળી નાખે છે, અને ભેયમાં નાખી હેય તો યક્ષે હઠથી હરણ કરી જાય છે, જો છોકરાઓ નઠારા-ઉન્માર્ગગામી થયા હોય તો * 1 વૃક્ષ વિશેષ