________________ સસમ પવિ. 305 આપેલા વરના પ્રભાવથી ધનકર્માનું રૂપ વિકર્વીને તેના ઘરમાં જઈને પુત્રાદિકને તે કહેવા લાગે-“હું આજે શુકન સારા નહિ * થવાથી બીજે ગામ ગયે નથી. અહિં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતને ધર્મ સંભળાવતા એક મુનિને મેંદીઠા. તે સ્થળે હું મુનિને નમીને બેઠે તે વખતે કરૂણાપ્રધાન તે મુનીશ્વરે ધર્મને સાર કહ્યો-“સર્વે સંસારી જીને ધનની ઈચછા બહુજ હેય છે. તેને માટે સર્વે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કષ્ટો સહન કરે છે. . यद्दुर्गामटवीमटन्ति विकट क्रामं ति देशांतरं, गाहन्ते गहनं. समुद्रमथनक्लेशं कृषि कुर्वते / सेवन्ते कृपणं पतिं गजयटासंघट्टदुःसंचरं, सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फुर्जितम् // 2 ધનની બુદ્ધિથી અંધૂ થયેલા માણસે મહા ગહન અટવી પસાર કરે છે, દેશાંતરમાં રખડે છે, બહુ ઉંડા એવા સમુદ્ર મંથેનને લેશ પણ વહેરે છે, ખેતી કરે છે, કૃપણ એવા શેઠની સેવા કરે છે, અને હાથીઓના સમૂહથી રસ્તે સાંકડે થઈ ગયે હોય તેવા યુદ્ધોમાં પણ જાય છે. આ સર્વે લેભના વિલાસે છે.” આ પ્રમાણે ધન માટે ઘણા કલેશે અનુભવાય છે, પણ આ લક્ષ્મી તે પુણ્યના બળથી જ મેળવાય છે. આ વાત નહિ જાણનારાઓ તે લક્ષ્મીને મેળવવા અઢારેપાપથાનકે સેવે છે. આ પ્રમાણે પાપાચરણ કરતાં પણ પુણ્યબળવગર લક્ષ્મી તે મળતી જ નથી. આજ કાલ પરમ દિવસ, પછીને દિવસ તેવી વિચારણા પ્રત્યેક મનુષ્ય લક્ષ્મીને માટે કર્યા કરે છે, પણ હાથમાં રહેલા પાણીની જેમ ગળતાં જતાં આયુષ્યને તે વિચાર કરતા નથી. આ પ્રમાણે. 39