________________ 296 ધન્યકુમાર ચરિત્ર. પક્ષની બારશની રાત્રીની જેમ બહુ શ્યામ મુખવાળા થઈ ગયા. થે પુત્ર સેનામહોરથી ભરેલ પિતાનો કળશ દેખીને બહુ સંતોષ પામે–આનંદિત થયે. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કોણ રાજી થતું નથી? આ ચે ભાઈ ન્હાને હતો, છતાં પણ તે લક્ષ્મીવડે મોટા પાયે. ન્હાને મણિ પણ કાંતિવાળે હોય તો શું કિમત નથી પામતો? હવે ત્રણે ભાઈઓ લેભથી તેમના મનમાં સેંભ થવાથી, તેમના મન પરાભવ પામવાથી તેમને ન - શોભે તેવાં હલકા વચને નાના ભાઈ પ્રત્યે બેલવા લાગ્યા અને તે સેનામહેરમાં પિતાને ભાગે માગવા લાગ્યા. તે સાંભળીને હાને ભાઈ બે કે-“મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારા ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્રહણ કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળ્યું તેમાં હું શું કરું? કદાચ તમારા ત્રણમાંથી કોઈએ લેભથી તે કળશેમાંથી દ્રવ્ય લઈ લીધું હશે તે પણ કેને ખબર છે? તેમાં મારે શે દોષ ? દોષ તમારા કર્મને જ છે. આ પ્રમાણે લજજા રહિત બોલતા તે ન્હાના ભાઇએ કોઇને ભાગ આપે નહિ. આ પ્રમાણે થવાથી અરસપરસને નેહ ઢીલું પડી ગયે, અને હમેશાં તેમના ઘરમાં કળ થવા માંડ્યો. ઘણા દિવસ ફ્લેશ ચાલ્યું ત્યારે કલેશથી તેઓના મને ખેદાણા, અને ચેખે ન્યાય મેળવવા માટે જેવી રીતે વરસાદ જળ મેળવવા માટે સમુદ્ર પાસે જાય તેવી રીતે તેઓ બજારમાં આવ્યા; બજારમાં માધ્યસ્થભાવ ધારણ કરનારા સર્વે વ્યાપારીઓ પણ તેઓના કલેશની વાર્તા સાંભળીને પિતપિતાના બુદ્ધિવૈભવને ઉપયોગ કરવા લાગ્યા. તેઓ અંતે થાક્યા, અને દિબ્રુઢ થઈ ગયા, પણ કાંઇ નિર્ણય કરી શક્યા નહિ.