________________ સપ્તમ પલવ. 285 જરા પણ ન્યુનાધિક નથી, મને તો તમે ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કોઈની ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી, તેથી ભાગ સરખા પાડેલા છે.” આ પ્રમાણે પિતાના પુત્રોને ત્રણ પ્રકારે શિક્ષા આપીને તે સવશાળી શ્રેષ્ઠી સમસ્ત જીવનિને ત્રિવિધ ત્રિવિધ ખમાવી, અરિહંતાદિક ચતુષ્યનું શરણ કરી, ભવચરિત્ર પચ્ચખાણું લઈને આયુષ્ય પૂર્ણ થતાં વર્ગે ગયા-પંચત્વ પામ્યા. હવે તેમની ઉત્તર ક્રિયા વિગેરે કરીને તાતની શિક્ષા હૃદયમાં ધારણ કરીને રામ, કામ વિગેરે ચારે ભાઈઓ નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકઠી રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલેક કાળ ગમે ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનને પરિવાર વૃદ્ધિ પામ્ય, ત્યારે અંદર અંદર કળહ, કુસંપ વધતો જતો દેખીને ચારે ભાઈઓ જુદા થયા–જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પૂછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખુણાઓમાંથી પિતાપિતાના નામાંકિત કળશે બહાર કાઢવા લાગ્યા. બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હેતું નથી. હવે તે કળશમાં જે કળશ મોટા પુત્રના નામ ઉપર હતો તે કુંભમાં શાહી, 1 તે શાહીને કુંપે તથા ચેપડા અને લેખીની_કલમ મુકેલા હતા. શુભ અંત:કરણવાળા બીજા પુત્રને કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, રેતી વિગેરે મુકેલા હતા. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘેડા, છળદ વિગેરેનાં હાડકાંને જ મુકેલે હતો અને ચોથા નાના પુત્રનાં કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સેનામહોર મુકેલી દેખાતી હતી. તેને સેનામહોરથી ભરેલે કળશ દેખીને બીજા ત્રણે ભાઈઓ કૃષ્ણ