________________ 294 ધન્યકુમાર ચરિત્ર. માવથી રહીએ તો તેનું ફળ પણ વિરૂદ્ધ આવે છે, યશ, ધન વિગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચેખાને તેની ઉપરનાં ફેતરાં છોડી દે છે--ખાં અને ફેતરાં જુદા પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચેખા વાવવાથી ઉગતા નથી. વળી મનુષ્ય નિર્ધાન થયા છતાં પણ પિતાના કુટુંબીઓ સાથે રહેવાથી જ શોભાને પામે છે. જેવી રીતે કપડું પણ પડદાથી ઢંકાયું હોય ત્યારે જ દુકાનમાં સારું મૂલ્ય પામે છે. C" આ બધી વાત ખરી પણ જયાં સુધી પિતાના કુટુંબમાં ચરસ્પર કલેશ થતો નથી, ત્યાં સુધી જ ધનધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહને પિતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપદાની પ્રાપ્તિ થાય છે, પરંતુ કળહ ઘરમાં પ્રવેશતાંજ આ સર્વને નાશ થાય છે. જેવી રીતે રાજને માનનીય છતાં પણ મેટા સુભટને ક્ષયુગ થતાં થોડા દિવ| સમાં નાશ થાય છે, તેવી જ રીતે રાજાદિકને માનનીય તથા દુશ્મનેથી પરાભૂત નહિ થતો માણસ પણ જે તેના કુટુંબમાં કલેશ પ્રવેશે તો થોડા જ દિવસમાં ક્ષીણ થઈ જાય છે–નાશ પામી જાય છે. તેથી હે પુત્રો ! તમારે પુત્ર પૌત્રાદિકને માટે પરિવાર થાય ત્યારે કળાહ શાંત કરવા તમે શક્તિમાન ન થાઓ, તો જુદા જુદા રહેજો, પણ પરસ્પરને કલેશભાવ તો છોડી જ દેજો. તે વખતે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સરખા ભાગવાળા ચાર કળશે ઘરની ચારે ખુણામાં ભૂમિમાં મેં દાટેલા છે. જયારે તમારે જુદા થવાને પ્રસંગ આવે ત્યારે તમારા નામથી અંકિત કરેલા ચારે કળશ લઇ લેજે, પરંતુ પરસ્પર કલેસ કરશે (નહિ, કારણકે તે ચારે કળશે સરખા ધનના ભાગ પાડનાર છે, તેમાં