________________ સપ્તમ પલ્લવ. 293 ત્યારે મેટાની વડીલેની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે તથા જેવી રીતે તાવવાળાનું મુખ કડવું થઈ જાય છે, તેવી જ રીતે ધનવં. તના મુખમાં કટુતા–કટુભાષીપણું આવી જાય છે. આવી રીતે તાવવાળાની અને ધનવંતની સરખી દશા પ્રવર્તે છે.” કે આ પ્રમાણે ઘણા અનર્થકારી દેશે અર્થમાં રહેલાં છે, તે પણ શરીરધારી પ્રાણીઓ જેવી રીતે અજીર્ણનો દોષ થયે હોય છતાં પણ માણસને આહાર લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, તેવી જ રીતે ધનને અત્યંત વછે છેવળી જેવી રીતે આ જગતમાં આ ગથી ઘર બળી જાય છે, તે પણ માણસો આગ–અગ્નિની ઇચ્છા રાખેજ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે શરીરને કલેશ થાય, તે પણ માણસે-મનુષ્ય સંસારી જી લક્ષ્મીને ઈચ્છે છે– વાછે છે તેથી હે પુત્રેષિના સમૂહવાળી–દેષોની ખાણરૂપ લક્ષ્મી ગૃહથેથી ત્યજી શકાતી નથી, પણ લક્ષ્મીને માટે અંદર અંદરને સ્નેહ ઓછો કરી નાખીને તમારે કોઈ દિવસ કલેશ કરે નહિ, કારણ કે કદી કાંઈક સારાં ફળ દેખાય તે પણ કલેશને સુખાર્થી માણસેએ ત્યજવોજ એગ્ય છે. તમારે હમેશાં એક બીજા ઉપર સ્નેહભાવ રાખીને એકઠા રહેવું--જુદા થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે–“સંપ ત્યાં જંપ છે.” તંતુઓ પૂર્ણ એકઠા થાય તે દેરડું બનીને ગજેન્દ્રને પણ બાંધી શકે છે. જે પાણી પર્વતને પણ ભેદે છે અને જમીનને પણ ફાડી નાખે છે તેજ પાણીના સમૂહને ઘાસમેટાં પ્રમાણમાં એકઠું હોય તે રેકી રાખે છે. પુરૂષને જ્યાં ત્યાં સર્વત્ર એકઠા થઈને રહેવું તેમજ લાભ છે. તેમાં પણ પિતાના કુટુંબી જને સાથે તો વિશેષ કરીને સ્નેહપૂર્વક રહેવું તેજ અત્યંત લાભદાયી છે. જો કલેશથી–વિરૂદ્ધ