________________ 292 ધન્યકુમાર ચરિત્ર હોય તો આને ઘેર બધું ભરેલું છે. તે સર્વથી ભરેલ હેવાથી તૃપ્ત થઈ ગયેલ છે તેમ કહે છે. જે ધનવંત વસ્ત્ર આભરણ' વિગેરેના બહુ આડંબર યુક્ત બહાર જાય તે આ ધનવંતે પૂર્વ ભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું, અને મળ્યું તેને વિલાસ પણ ભગવે છે. પામ્યાને સાર તે " ભેગવાય ત્યારેજ છે” તેમ કહે છે. વળી જે વસ્ત્ર-આમરણાદિક ન પહેરે–બહુ ઠાઠમાઠ ન કરે તે અહો ! આ પુરૂષનું ગંભીરપણું ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કે છે?' તેમ કહી વખાણ કરે છે. જે ધનવંત બહુ ખર્ચે તે તે ‘ઉદાર ચિત્તવાળ, પોપકારી કહે} વાય છે. જે ઓછો ખર્ચ કરે તો “આ તો ગ્યાયેગ્યનો જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે જે ઉચિત લાગે તે જ કરે છે, બહુ દ્રવ્ય હોય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે?' એમ લેકે બોલે છે. જે બધાં નિમિત્ત ધનવાનને ગુણના કારણરૂપ ગણાય છે, તેજ, સર્વે નિમિત્તા નિધનને દોષના કારણરૂપ મનાય છે. વળી જેવી " રીતે લક્ષ્મીમાં ગુણે છે, તેવી રીતે તેનામાં હજારે દોષ પણ રહેલા છે. સંસારમાં ઇષ્ટ સંગની સાથે અનિષ્ટનો સંગ પણ નથી થતું? લક્ષ્મીની સાથે આટલા દોષ પણ રહેલા હોય છે. નિર્દયપણું, અહંકાર, તૃષ્ણા, કટુ ભાષણ, નીચ પાત્રની સાથે પ્રેમ - સંબંધ–આ પાંચે લક્ષ્મીની સાથે રહેનારા દૂષણે છે. વળી જેવી રીતે તાવ આવ્યો હોય ત્યારે ભેજન ઉપર હૅષ થાય છે, તેવી રીતે ધનવતને સેવક ઉપર ષ થાય છે. તાવ આવ્યો હોય ત્યારે જેવી રીતે (જડ) જળ—પાણી ઉપર પ્રીતિ થાય છે, તેવી જ રીતે ધનવંતને જડ-મૂખ ઉપર પ્રીતિ થાય છે. જેવી રીતે તાવમાં મટી લાંધણ (લંધન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે ધન હેય