________________ સપ્તમ પલવ. 291 ડ્યો.” વળી તેની પત્ની પણ જ્યાં સુધી તે પુરૂષ પાસેથી ઇસિત ભૂષણ, વસ્ત્રાદિક મળે છે ત્યાં સુધી જ હર્ષપૂર્વક મધુર વચનાદિક બોલે છે અને આનંદ દેખાડે છે, તથા પ્રશંસા કરતી કહે છે કે“અહો! મારા સ્વામી તે સાક્ષાત કામદેવરૂપજ છે. અને જે ધનની ઉપાર્જતે હેય તે કહે છે કે-“અહો ! આ તે થાંભલા જેવો છે, પથરા જે છે, લુલા બીલાડા જેવું છે.” આવું આવું બેલી તે સ્ત્રી નિંદા કરે છે. વળી નગરના લેકે પણ જયાં સુધી ધન પાસે હેય ત્યાં સુધી જ આદરસત્કાર તથા સન્માન આપે છે. જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર થઈને રહેલી હોય, ત્યાં સુધી જ કળાવંતની કળા, વિદ્યાવંતની વિદ્યા, બુદ્ધિવંતની બુદ્ધિ અને ગુણવાના ગુણની પ્રશંસા થાય છે. ધનવંતની હજારો દે પણ લેકે ગુણ કરીને માને છે. જો ધનવંત બહુ બલબલ કરનારો હોય તે તે તેની વાણીની કુશળતારૂપ ગુણ ગણાય છે, જો ઓછું બોલતા હોય તે અસત્યના ભયથી મિતભાષી છે તેમ વખણાય છે. જો ધનવંત ઉતાવળથી કાર્ય તથા ક્રિયાઓ કરનાર હોય તો કહેવાય છે કે–અહે! આતે બહુ ઉદ્યમવંત છે, પ્રમાદને તેણે ત્યાગ કર્યો છે, તેનામાં આળસ તે મુદ્દલ નથી. અને જે આળસુ અને ધીમું કાર્ય કરનાર હોય તે “અહો કે ધીર છે ! ઉતાવળથી કેઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાકયમાં આ કુશળ છે એમ કહેવાય છે. જે ધનવંત બહુ ખાનાર હોય તે લેકે કહે છે કે–અહે! મહા પુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળે છે, તેથી બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય? કહ્યું છે કે ભજનને ભજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓને રતિની શક્તિ, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ તે અતિ ઉગ્ર તપસ્યાનું . ફળ છે. આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. જો વળી ઓછું ખાનાર