________________ 290 ધન્યકુમાર ચરિત્ર. છે, તેવી રીતે લક્ષ્મી પણ જો તેની ધાતુ (રૂપિયાને) ખેટે માર્ગે વપરાતાં દેખે તે વ્યાકુળ થઈ જાય છે. વળી જેવી રીતે ધાન્યનિષ્પત્તિનું મુખ્ય સાધન વરસાદ છે, તેવી જ રીતે ધર્મનું મુખ્ય સાધન 'લક્ષ્મી છે. વળી જેવી રીતે કાદવથી મલીન થયેલી પૃથ્વી કમPળની નિષ્પત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે કલંકીત એવી પણ લક્ષ્મી પુણ્યબંધના હેતુરૂપ થાય છે, કારણ કે જેવી રીતે બુદ્ધિમાન પુરૂષે જુદી જુદી પ્રકારના અથ, અલંકાર, રસ, યુક્તિઓ વિગેરેથી યુક્ત અને વિદ્વાન્ પુરૂષના મનને પણ આ લ્હાદ ઉપવે તેવા ગ્રંથ સ્વબુદ્ધિવડે બનાવે છે, તેવી જ રીતે લક્ષ્મીવડે દેવમંદિર, પ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરી શકાય છે. કળી સંસારી જીવને લક્ષ્મી આ ભવમાં તથા પરભવમાં બંને રથળે ઈષ્ટ હેતુરૂપ હેય છે. વળી જે પિતા બાળપણમાં પુત્રને લાલનપાલન કરી, પાળી પિષીને મટે કરે છે, તે પુત્ર જે યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગૃહને નિર્વાહ કરનાર થતું નથી, તે તે પુત્રને કાષ્ટ જેજ ગણે છે, તથા “આ અમારા કુટુંબને–ઘરને વગોવનાર છે” એમ બોલે છે અને જે તેજ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તે અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને કહે છે કે-અહે ! આ અમારે દીકરે અમારા કુળને દીવે છે, અમારા કુળને શણગાર છે–ભા છે.” વળી માતા પણ ઘણા ઘણા મોરવડે જે પ્રાપ્ત થયે હેય અને ઘણા ઘણા મોરવડેલાલિતપાલિતકર્યો હોય અને જેનું મુખ જોઈ જોઇને હૃદયમાં ઉલ્લાસ પામતા હોય તેજ પુત્ર યૌવન પ્રાપ્ત કરે છે–મેટે થાય છે. ત્યારે જો ધન કમાતું નથી, તે તેજ માતા કહેવા લાગે છે કે “આ પુત્ર તે મારી કુખને લજવનાર નીવ