________________ સપ્તમ પલવ. 297 વાત કરતાં કોઇથી કરી શકાય નહિ અનુર એવા ત્યારે તેઓએ છેવટે કહ્યું કે–“રાજદરબારમાં ઘણા બુદ્ધિશાળી માણસે હેય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્ય ઉદયના બળથી બધી વાત સમજાશે સીધી થઈ જશે.” આ પ્રમાણેને વ્યાપારીઓને ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ સમિપે જાય છે, તેવી રીતે તે બધા રાજયસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. - રાજ્યસભામાં જઈને પોતાના દુઃખની વાત કરતાં તેઓ ઉભા રહ્યા. ત્યાં પણ ન્યાયમાં ચતુર એવા મંત્રીઓ વડે પણ તેમને લેશ સમાવી શકાય નહિ, ત્યારે રાજાએ વિચાર્યું કે આ કજીઓ કેઈથી ભંગાતે નથી, પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ કંકાસ ફેડી શકશે.” એમ વિચારીને ધન્યકુમારને તે માટે વિચારી કરવા બેલાવ્યા. અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી બેલ્યા–“અરે ભાઈઓ! તમારા પિતાએ બહુ ઉત્તમ રીતે સીધા અને સરખા ભાગજ પાડેલા છે, પણ તેને ભેદ નહિ સમજવાથી તમે નકામે કહિ કરે છે. બાપનું હેત તે સર્વે પુત્ર ઉપર સમાન જ હોય છે, કોઈ ઉપર ઓછું વધતું હેતું નથી. હવે તેણે કેવી રીતે ભાગ વહેચેલા છે તેનું હાઈ–ગુઢાશય સાંભળે. જે જે પુત્રની જે જે વસ્તુએમાં અથવા તે વ્યાપારમાં કુશળતા છે, જેમાં જેની બુદ્ધિરખલના પામતી નથી, તે તે પુત્રને તમારા પિતાએ ઘરમાં સંપરહે તેવા હેતુથી તે તે કામે સેપેલા છે. જે ભાઈ વ્યાપારમાં કુશળ છે તેને વ્યાપાર કરવાની વસ્તુઓ સેપેલી છે, એટલે જે ભાઈને ચોપડાશાહી વિગેરે આપેલા છે તેને વ્યાપારાદિ કળાથી મેળવેલ અને 38