________________ 282 ધન્યકુમાર ચરિત્ર. પ્રતિજ્ઞા સાંભળી વિચારમાં પડ્યો, પરંતુ તેની પ્રતિજ્ઞા તે આખા નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, કારણકે અભૂત વાત તે પાણીમાં તેલની જેમ તરતજ લેકેમાં વિસ્તાર પામી જાય છે. આહવે ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારી રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાને વૃત્તાંત લેકોના મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. પછી ઉત્તમ પરિવારને સાથે લઈને પૌરજનોની લક્ષ્મી જોતાં જોતાં રાજાને મળવા ગયા. રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજવત એવા ધન્યકુમારને આવેલા જોઇને અતિશય આદરસત્કાર આપી પિતાની સાથે આસન ઉપર હર્ષપૂર્વક બેસાડ્યા. રાજાએ માર્ગ સંબંધી કુશળક્ષેમ વાર્તા પૂછી, તેઓ ત્યાં બેઠા હતા તેવામાં રાજકુંવરીની પ્રતિજ્ઞા સંબંધી વાત કઇએ કાઢી, એટલે ધન્યકુમાર બોલ્યા કેહે પૃથ્વીનાથ ! જે ગીતકળાથી આકર્ષાયેલી હરિણી ગીતને ધ્વનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે પણ અન્ય શબ્દો સાંભળીને ભય પામી બીજે નાશી જાય તે તે અદ્ભુત ગીતકળા કહેવાય નહીં, તે તે નિષ્ફળ જ ગણાય; પણ જે મૃદંગ અને ભેરી ભાકારાદિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતથી આકર્ષાઈને પાસે આવેલી મૃગલી લેકથી વ્યાસ એવા ગામમાં પણ ચાલી આવે તે જ તે ગીતકળા સંપૂર્ણ અને પ્રશંસનીય ગણાય આ પ્રમાણેનું ધન્યકુમારનું કથન સાંભળીને તથા તેને અભૂત આકાર જોઈને તેને ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હર્ષપૂર્વક તે મૃગલીને પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તેને તે કામ પાર ઉતારવા વિનંતિ કરી. Tii હવે ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણા હાથમાં