________________ સપ્તમ પદ્વવ. | 283 લઈ અનેક ગંધર્વોના પરિવાર સહિત વનમાં ગયા. ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ગીત ગાવા લાગ્યા, અને સ્વર, ગ્રામ, મૂઈના વિગેરેના મેળપૂર્વક વીણા વગાડવા લાગ્યા. તે વખતે તે વનમાં રહેલાં મૃગો અને મૃગલીઓ ગાયનમાં તલાલીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાએમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યા. ધન્યની આસપાસ વીંટળાઈ જઈને તે બધાં ત્યાં બેઠાં. જેવી રીતે પ્રાણેશની પાસે પ્રિયા આવે તેવી રીતે તે હરણોની મધ્યે પ્રથમ જે મૃગલીના ગળામાં કન્યાએ હાર પહેરાવ્યું હતું તે મૃગલી પણ ગીતના આંદોલનથી વશ થઈ જઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી; પછી ઇંદ્રજાળમાં કુશળ પુરૂષ લેકેથી વીંટાઈ જાય તેવી રીતે મૃગથી વીંટાયેલા ધન્યકુમાર પણ તેજ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લેકાએ કરેલા ક્ષોભથી ક્ષોભાયમાન થયેલા છતાં પણ મૃગોનો સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલાયેગી જેમ ક્ષોભ પામતા નથી, તેમ જરા પણ ક્ષોભ પામ્યા નહિ; સર્વે યુગે ધન્યકુમારની આસપાસ વીંટાઈ જઈને તેની સાથેજ ચાલવા લાગ્યા. આ પ્રમાણે નગરના લેકેને વિસ્મય પમાડતા ધન્યકુમાર નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગે ચાલતા તે મૃગો અને તેને લીધે રંગમાં આવેલા લેકેની ' સાથે રાજ્યસભામાં આવ્યા પછી “આ શું? આ શું ?' એમ બોલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્રબુદ્ધિવાળા ધન્યકુમાર, સર્વને લઈ ગયા અને હરિણીના ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હસ્તમાં આવે. આ પ્રમાણેને અભૂત વૃત્તાંત