________________ 10. ધન્યકુમાર ચરિત્ર. સપ્તમ પલવ, = = E = * = = | વે એક દિવસે બુદ્ધિના નિધાન એવા ધન્ય માટે મનમાં વિચાર કર્યો કે-“વળી પણ મારા બાંધ Bo . ફરીથી પહેલાંની જેમજ અપ્રીતિયુક્ત ન થાય–તે એના અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન થાય, તેથી હું પહેલેથી જ અહીંથી બીજા ઈસિત ગામમાં જાઉં, પણ વળી મંદભાગ્યપણાથકી રાજા પણ તેઓને દંડાદિક આપે નહિ તેટલા માટે રાજાને તેમની ભલામણ કરીને જાઉં.” આ પ્રમાણે વિચારીને અશ્વ, હાથી, ગામ વિગેરેનો સરખે ભાગ પાડીને ભાઈઓને વહેંચી આપ્યા, અને ગૃહના સારભૂત ઉત્તમ વસ્તુઓ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સેપ્યું. પછી કૌશબીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું કે હું કોઈ કાર્યપ્રસંગથી રાજગૃહી નગરીએ જાઉં છું, તેથી મારી જેમજ મારા કુટુંબની આપ સંભાળ રાખજો.” આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા રજ લઇને ધન્યકુમાર જગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીઓ સુભદ્રા તથા સૌભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અમિ ચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલેક દિવસે લક્ષ્મીપુર નામના નગર પાસે તેઓ આવ્યા. ઈ તે નગરમાં સર્વે ક્ષત્રિયને વિષે શિરેમણિ ગુણોથી