________________ 279 અને તેઓએ તે બધે વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યું. ત્યાર પછી ધન્યમાર ભક્તિવડે વજનેને સન્માન આપીને અને સકાર કરીને રાજુઓમાં ચક્રવર્તીની જેમ સ્વજનોમાં શુભ લાગ્યા. આ પલ્લવમાં જે સહસ્ત્રાર મણિની પરીક્ષા કરી, શતાનિક રાજાની પુત્રી પરણ્યા, શતાનિક રાજાના સૈન્ય સાથે યુદ્ધ માટે પ્રવર્યા, કલેશને સ્થાને રવજનોનો મેળાપ થયે, તે સર્વ દાનરૂપી કલ્પવૃક્ષના કુસુમની લીલા માત્ર સમજવી. તેથી હે ભવ્યજીવો! હમેશાં સુપાત્ર દાનની પ્રવૃત્તિ રાખવી, કે જેનાથી ચિદાનંદરૂપી ઉત્તમ અમેઘ સુખનાં ઉત્તમ ફળ સત્વર પ્રાપ્ત થાય ઇતિ શ્રી જિનકીર્તિ સૂરિના રચેલા પઘબંધ શ્રી દાનકલ્પદ્રુમ - ઉપરથી રચેલા ગઘબંધ શ્રી ધન્યચરિત્રના ષષ્ટ પલ્લવનું ગુજરાતી ભાષાંતર.