________________ 278 ધન્યકુમાર ચરિત્ર. માને છે–ખુશી થાય છે. હે રાજન ! લેકમાં કહેવત છે કેપ્રભુએ જગત બનાવતી વખતે દુશ્મને ઉપર જય મેળવવા માટે ચાર ઉપાયે સજર્યા, પણ પાંચમે ઉપાય સજર્યો નહિ, કે જે (ઉપાયવડે સ્ત્રીઓનું મન કબજે લાવી શકાય. મેં પહેલાં એમના ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયે કર્યા છે, પણ ઉખર ભૂમિમાં વલાબીજની જેમ આ સ્ત્રીઓમાં તે ઉપાયે બધાં નિષ્ફળ ગયાં છે–તેમાંથી કોઈ પણ સુફળની પ્રાપ્તિ થઈ નથી. જે કુલીન સ્ત્રીઓ હેય તેઓ તે એ સારે બેધ આપે કે જેથી ઉન્માર્ગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીંતે રેકી રાખે, તેવી જ રીતે છુટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને - રાખે-છુટા પડવા ન દેય. મેં આ ફ્લેશ કરાવનારી ભાભીઓને મદ ગાળવા માટે તથા તેમની વક્રતા મટાડવા માટે આ ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ્યો છે. જેવી રીતે ઉત્તમ વૈદ્ય વિષમ જવરને નાશ કરવા શરીરને સુકવે છે–લાંઘણ કરાવે છે, તેવીજ રીતે મેં આ ઉપાય કnહ તથા વક્રતા નિવારવા માટે કર્યો છે. બીજું કાંઈ કારણ નથી.” * આ પ્રમાણે પ્રીતિ ઉપજાવે તેવાં વચનેવડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણે આનંદ પમાડ્યો. શતાનિક રાજા પણ અત્યંત અદ્ભુત ભાગ્યવાળા ધન્યકુમારની વાત સાંભળીને મનમાં આનંદ તથા વિસ્મય પામતે પિતાને આવાસે ગયે. ધન્યકુમારે પણ સેનાપતિ, મંત્રીઓ વિગેરેથી પ્રશંસાતા પિતાના નગરમાં આવીને આનંદિત થયેલા માત, પિતા તથા જયેષ્ઠ બાંધીને નમસ્કાર કર્યા. તેઓ પણ આનંદિત થઈને તેને આશીર્વાદ દેવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે તેમને આગલે વૃત્તાંત પૂછયો