________________ પણ પવિ. * મહારાજ! કે પરદુઃખભંજકા કરૂણાનિધિ ! સેવક જને ઉપર વાત્સલ્યભાવરૂપી અમૃતના કંપાઓ ઢળનારા આપજ અમારા - વિયેગાગ્નિથી બળેલા મનરૂપી ઉદ્યાનને શાંત કરવાને શક્તિવાન છે. શું તે ધન્યકુમારે અમારી દેરાણના મેહથી અમારા સાસરા વિગેરે પચે જણને મૃત્યું પમાડ્યા હશે? અગર તે દુબુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગ્રહમાં પૂરી દીધા હશે? હે દીને દ્ધાર કુશળ! તે સર્વની આપ તપાસ કરો. ધન્યરાજાએ રેકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવો. હાથીના મેઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજે ક વનચર છોડાવવા સમર્થ છે? વળી કહ્યું પણ છે કે નિધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વૈરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજાજ શરણભૂત થાય છે.” છે. આ પ્રમાણેને તેમને પિકાર સાંભળીને રાજાદિક સર્વેને ફોધ ઉત્પન્ન થયે અને સેવક પુરૂષ સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવરાવ્યું કે “તમારી જેવાને અન્યાય કરે તે તદન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે તેમને છોડી મૂક સજજન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માર્ગ કેમ છોડી દે છે? પ્રાણ જાય તે પણ સજજન પુરૂષ માઠું કૃત્યઅસદાચરણ કરતાં નથી.” ધન્યકુમારે સેવક પુરૂષ પાસેથી આ પ્રમાણેનાં વચન સાંભળીને કહ્યું કે “અરે શ્રેષ્ય! અરે સભ્ય ! હું કઈ દિવસ પણ સત્ય માર્ગને લેપ કરતાજ નથી; હમેશાં , ઉગતા સૂર્ય સર્વત્ર પ્રકાશ કરે છે કે નથી કરતે? અને કદાચિત હું ત્યાજય એવા કુમાર્ગે પ્રયાણ કરે તે મને રેકવા કેણ સમર્થ છે? જયારે ચક્રવર્તીનું ચક્ર ચાલતું હોય, ત્યારે કે પુરૂષ તેને રિકવા સમર્થ થાય છે? જે આ બાબતમાં રાજાને પરીક્ષા કર