________________ 118 ધન્યકુમાર ચરિત્ર. / “અઘટિત ઘટનાઓને વિધિ ઘટાડે છે અને સુઘટિત ઘટનાઓને નાશ કરે છે. વળી જે ઘટનાઓને માણસ વિચાર પણ કરી શકતે નથી તેવી ઘટનાઓ વિધિ બનાવી કાઢે છે. " “અમારા સસરા અમારે ઘેરથી આઠ માણસે સહિત નીકળ્યા હતા. ગામે ગામે ભટકત તમારા નગરની ખ્યાતિ સાંભળી કે“વત્સદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જેઓ નિધન હોય તેઓને આજીવિકાનેં ઘણાં સાધને ત્યાં મળે છે. દૂર દેશથી આવેલા માણસે પણ ત્યાં સુખેથી આજીવિકા ચલાવી શકે છે. વળી તે દેશમાં અતિશય સુકાળ સદા વર્તે છે. આ પ્રમાણે લેકેના મુખથી વાત સાંભળીને અમારા સાસરા આખા કુટુંબ સહિત અત્રે આવ્યા. જેવી કે માં વાત સાંભળી હતી તે કરતાં પણ વધારે શ્રેષ્ઠ આ નગર જોયું. અમારા સાસરાએ અત્રે આવ્યા પછી કઈ સજનને પૂછયું કે–અરે ભાગ્યશાળી ! આ દેશમાં અમારી જેવા નિધનના જીવનનિર્વાહન કઈ ઉપાય છે? તેણે જવાબ આપે કે-આ પાસેના નગરના સ્વામી ધન્યરાજા સરેવર દાવે છે, ત્યાં જઈને સરોવર દવાનું કામ કરે, તેનાથી તમારી સુખે સુખે આજીવિકા ચાલશે.” આમ સાંભળીને ત્યાં જઈ અમે તળાવ ખોદવાવડે અમારી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. એક દિવસે ધન્યરાજા તે સરોવર-તળાવ જેવાને પંડે આવ્યા. ત્યાર પછી હમેશાં છાશ લેવા જવાને વિગેરે સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તેઓએ કહી સંભળાવ્યું. સભાજનેએ તે બધી હકીક્ત જેવી સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાત સાંભળીને વિસ્મયતાપૂર્વક હજુ તે ચિત્તમાં વિચાર કરતા હતાતેવામાં તે સ્ત્રીએ ફરીવાર બેલવા લાગી કે-“હે