________________ ષક પલવ. .267 AA જઈને પિકાર કરીએ, કારણ કે દુબળ અને અનાથ સર્વેનું આ શ્રિયસ્થાન રાજા છે.” આ પ્રમાણે વિચાર કરી લજજાને છોડી દઈને શતાનિક રાજાની સભામાં તે ત્રણે ગઈ, કારણકે મેટી આપત્તિમાં ધીરજ કેવી રીતે રહે? કેઈને પણ રહેજ નહિ. આ પ્રમાણે સભામાં આવેલી અને પિકાર કરતી સ્ત્રીઓને રાજાએ દીઠી, તેથી / ભ્રકુટીની સંજ્ઞાવડે તેણે સભાજનોને પૂછયું કે-“આ સ્ત્રીઓ શા છે દુઃખથી પિકાર કરે છે? તેમનું દુ:ખ તેને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજને તેની પાસે જઈને તેમને પૂછવા લાગ્યા કે “તમારે શું દુઃખ છે? તમારે કોઈ મોટું દુઃખ હેવું જોઈએ નહિ તો ભર્તારવાળી (સધવા) સ્ત્રીઓ રાજ્યદ્વારે કે ઈ\દિવસ આવતી નથી; તમારા ભત્તર તે જીવતા છે, છતાં તમને તેવું શું મોટું દુઃખ આવી પડ્યું છે, કે જેથી તમારે અત્રે આવવું પડ્યું ? તમારું જે કાંઈ દુઃખ હોય તે વિસ્તારથી અમને જણાવો. તમારું દુઃખમી હકીકત સાંભળીને અમે તે વાત રાજાજીને સંભળાવૃશું અને તેઓ તમારા દુઃખનું ફેટન કરશે. અમારા સ્વામી પરદુઃખભંજન છે અને તેવા કાર્યમાં રસિક છે, તેની આગળ તમારાં દુઃખ કહેવાશે એટલે તરત જ તે તમારા દુઃખને નાશ કરાવશે. સભ્યજોનાં આવાં શબ્દો સાંભળીને તેઓ બેલી અતુલ–અખંડ સુખ હતું, પણ દેવે અમારી આવી માઠી સ્થિતિ કરી નાખી, અમે દુઃખમાં આવી પડ્યા, કારણ કે કર્મની ગતિ અકથ્ય છે. કહ્યું છે કે— .. अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरु ते। विधिरेव तानि घटयति, यानि पुमात्रै चिन्त यति // .