________________ 266 ધન્યકુમાર ચરિત્ર. આવતી દીઠી. તેને જોઈને ધન્યકુમારે વિચાર કર્યો કે “આ ત્રણેએ અતિ શુદ્ધ અને પવિત્ર એવી મારી પત્નીને ખોટાં દૂષણે આપી નિંદા કરી તેને હેરાન કરી છે, ઘણાં માઠાં વચનો સંભલાવ્યા છે, અને તેની હેલ કરીને હલકી પાડી છે, તેથી એને ડીક શિક્ષા કરું તો ઠીક' આમ વિચાર કરી ભ્રકુટીની સંજ્ઞાવડે દ્વારમાં ઉભેલા સિપાઈઓને હુકમ કર્યો, અને રાજ્યદ્વારમાં પેસતી તેણીઓને અટકાવી. પર્વતેએ અટકાવેલું નદીનું પાણી જેમ ચારે તરફ છુટું થઇને વિખરાઇ જાય છે તેવી રીતે તે સ્ત્રીઓ પણ રાજ્યદ્વારની બહાર રહીને આમતેમ ભટકવા લાગી. આ પ્રમાણે તેઓ આખો દિવસ ભટક્યા કરી, પણ રાજ્ય દ્વારમાં તેઓનાથી પ્રવેશ થઈ શક્યો નહિ. ધન્યકુમાર પણ દૂરથી જ તેમને જોતાં દરવાજો સંભાળનાર સિપાઈઓને તેને નહિ પ્રવેશ કરવા દેવાની સંજ્ઞા કરીને આવાસની અંદરના ભાગમાં ગયા. છે સાંજ થઈ ત્યારે નિરાશ થઈને દુઃખી થયેલી તેઓ શેકા થઈ વિષાદ પામીને પિતાની ઝુંપડીએ જઈ વિલાપ કરવા લાગી કે–“હે પૃથ્વીમાતા ! અમારો નાશ થાય તે માટે તું અમને જગ્યા આપ, આ જગ્યામાં દુઃખદાવાનળથી વિવશ થયેલી અમે તે ખાડામાં પડીને મરણ પામીએ. હવે અમારે અબળાને કઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે છીએ.” આ પ્રમાણે વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી, અનેક માઠા ' વિકલ્પથી પિતાનાં અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખીની એવી તેઓએ તે રાત્રી સેંકડે રાત્રીની જેમ કુથી પસાર કરી. કોઈ રીતે સવાર થતાં તે પરસ્પર વિચાર કરવા લાગી કે-હવે * આપણે કુળની લાજ છોધને કૌશાંબીના રાજા પાસે તેની સભામાં