________________ ષષ્ઠ પલવ. ર૫૭ - પણ તે ગણકારી નહિ, તેથી આ બાબતમાં તારીજ મૂખઈ છે.” * પુત્રાદિક સર્વને આ પ્રમાણે ઠપકે સાંભળીને ધનસારને વહુનો ઘા પડ્યો હોય તેવું દુઃખ થયું અને તે નિષ્ટ થઈને ભૂમિ ઉપર પડ્યો. કેટલેક કાળ ગળે પછી ચેતના આવી, ત્યારે નિઃશ્વાસ મૂકો અને માથું ધુણાવતે તે બે કે–“અરે દેવ ! શિળના નાશવડે આ સુભદ્રાએ અમારા નિષ્કલંકિત વંશને કલંકિત કર્યો ! એક તે પરદેશમાં પરિભ્રમણ અને બીજી નિર્ધનતા તેથી અહીં આપણી વાત કોઈ પણ સાંભળશે નહિ. ત્રીજુ દાઝયા ઉપર ડામ અને ક્ષતે ઉપર ક્ષારની જેમ લેકની નિંદા, આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે? દારિદ્રયાદિનું દુઃખ મને તેવી પીડા કરતું નથી, કે જેવી પીડા આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનું મોટું કૃત્ય કરે છે? તે આવી દુકારિત્રી હશે તેવું મેં કદિ સ્વપ્નમાં પણ જાણ્યું નથી. અરે ! તેણે કેવું માઠું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારો ધેળામાં તેણે ધૂળ નાંખી!” આ પ્રમાણે વૃદ્ધ ધનસાર વિલાપ કરતા હતા, ત્યારે મેટી વહુ ઈર્ષ્યાથી બેલવા લાગી કે-“આ તો તમારી બહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધૂ છે કે જેમાં તમે હમેશાં વખાણ કરતા હતા અને બીજી સર્વેની નિંદા કરીને તમારી જીભ સૂકાઈ જતી હતી, પણ હવે તેણે તેનું ડહાપણ, ભાગ્યશાળીપણું વિગેરે બધું સ્પષ્ટ બતાવી દીધું !! પોતાના આત્માને તેણે તો સુખેથી વિલાસ ભોગવતો કર્યો ! હવે એમાં શેક શ કરે? અમે તો મૂખ, ભાગ્યહીન, નિર્ગુણ છીએ, અમને એવું કરતાં આવડ્યું જ નહિ; તેથી દુઃખે દુખે પેટ ભરતાં અહીં ઘરમાંને ઘરમાંજ પડ્યા રહીએ છીએ. તે બહુ ગુણવાળી અને ચતુર ખરી કે સજપત્ની 33