________________ 258 ધન્યકુમાર ચરિત્ર. થઈને રાજભવનમાં બેઠી ! " આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેવાં વહુરૂઓનાં વચનો સાંભળીને બળતા અંત:કરણવાળા ધનસારને શું કરવું તેની સુઝ પડી નહિ, અને તે વિચારવા લાગ્ય હવે હું કયાં જાઉં? કોને પૂછું? શું કરું? કેનું ભજન કરું ? કેને પૂજું? નિધન એવા મારે પક્ષ પણ કોણ કરશે ?" આ પ્રમાણે દિભૂઢ બની જઈને શૂન્ય ચિત્તવાળે તે બેઠે હતો, તેવામાં તેના હૃદયમાં એક વિચાર ઉત્પન્ન થયે કે-“અહીં મારે, પક્ષ કરે તે મારા સંબંધી તે કોઈ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યવહારીઆઓ અહીં ઘણા વસે છે, તેમની પાસે જઈ તેમને બધી વાત કરું. તેઓ સ્વજાતિના અભિમાનથી મારે પક્ષ જરૂર કરશે, કારણ કે તિર્થ પણ પોતાની જાતિને પક્ષપાત કરે છે. આ પ્રમાણે વિચાર કરીને દેવથી બળેલ તે ધનસર કૌશાંબી નગરીમાં જે સ્થળે મેટા વ્યવહારીઆઓની દુકાન હતી તેવા ચતુષ્પથમાં ગયે, અને ત્યાં રહેલા વ્યાપારીઓ પાસે અતિશય દીનતા દેખાડીને જે પિતાને વૃત્તાંત બન્યું હતું તે અને પિતાના દુઃખની સર્વ હકીકત કહી સંભળાવી.આ પ્રમાણેની ધનસારે કહેલી હકીકત સાંભળીને મોટા વ્યાપારીઓએ કહ્યું કે–“આ વાત તે તદ્દન અસંભવનીય–ન બને તેવી જ છે, કારણ કે આ ધન્યરાજાએ કોઈ પણ વખત અન્ય કર્યો હોય તેવું સાંભળ્યું નથી, વળી બાળ ગોપાળ સર્વેમાં ધન્યરાજાનું “પરનારીસહદર' આવું બિરૂદ સુપ્રસિદ્ધ છે. તેથી તે આવું કરે તે કેવી રીતે સંભાવ્ય ગણાય ?" વળી બીજા વ્યાપારીઓએ પ્રીતિ દેખાડવાને ધનસારને તે વાત પૂછી. તેણે ફરીથી પણ તેજ વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યાર પછી તે વ્યવહારીઆઓ અંદર