________________ 256 ધન્યકુમાર ચરિત્ર. છે, તેથી તે ગૃહસ્વામીની થઈને અંતઃપુરમાં રહેલી છે. આ પ્રમાણે સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિસ્મય વિગેરેના મિશ્રણથી દુઃખિત અંતઃકરણવાળી તે પ્રથમ જવાની ટેવ હેવાથી મહેલની અંદર ગઈ. ત્યાં દૂરથી જ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તે તરતજ પાછી વળી, અને પિતાના સ્થાનકે આવીને સર્વની આગળ -જેવું જોયું હતું તેવું કહ્યું. તે સાંભળી બધા ધનસારને ઠપકો દેવા લાગ્યા કે-“અરે ડોસા ! આમાં તારી જ ભૂલ છે! કારણ કે દુધ, દહીંના લેભથી હું તેનેજ હમેશાં મેલતે હતે. બીજી વહુઓ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તું નિર્માગી અને મૂખ ગણ હેતે અને આ સુભદ્રાને પુન્યવતી, ડાહી અને ભાગ્યશાળી ગણતો હતો, કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાધપદાર્થો લાવતી હતી, પણ તેં એટલું ન વિચાર્યું કે એક મજુરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહીં, દુધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે? તેની સાથે પૂર્વને કાંઈ પરિચય નહોતે, કોઈ જાતનો સંબંધ નહોતે, તેમજ બીજી કઈ જાતનું તેની પાસે ખાસ કાર્ય કરાવવાનું નહોતું. જો વૃદ્ધની અનુકંપાથીજ સર્વ વસ્તુઓ આપતા હોય તે પછી બધી વહુરૂઓને શા માટે ન આપે? તેમ તે બન્યું નથી, તેને જ તે સારૂ આપતા હતાતેથી બુદ્ધિશાળી સૂક્ષ્મ દષ્ટિવાળાને તે તરતજ માલુમ પડે કે આમાં કાંઈ પણ ખાસ કારણ છેવું જ જોઈએ. આ પ્રમાણે પહેલેથી જ મનમાં વિચાર કરીને યથાયોગ્ય કર્યું હોત તે આવું વિપરીત કદિ પણ-બનત નહિ. રૂપવાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજકુળમાં બહુ જવું આવવું અયુકજ છે. તે વાત તે સર્વ માણસે સારી રીતે જાણે છે અતિ પરિચયથી અવજ્ઞાજ થાય છે. તે લેકેન્દ્રિ