________________ ષષ્ઠ પલ્લવ. 255 હજુ પણ પાછી આવી નથી? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાને ઘેર એક ક્ષણમાત્ર પણ રહેતી નથી. વળી પૃથ્વી ઉપર જંગમ કલ્પવૃક્ષ તુલ્ય શ્રી ધન્ય મહારાજ પ્રાણ જાય તે પણ ધર્મની નીતિને ઉલ્લંઘે તેવા નથી. સુવર્ણમાંડ્યામતા કેઈદિવસ આવતી જ નથી. અથવા તે ધનવંત માણસની મનવૃત્તિ બહુ વિષમ હોય છે અને કામદેવની આજ્ઞા ઉલ્લંઘવી મુશ્કેલ છે. નિપુણ પુરૂષ પણ તે વખતે ગાંડો થઈ જાય છે, સજના પણ દુર્જન થઈ જાય છે. કહ્યું છે કે—કામચંડાળ બહુ નિર્દય છે, તે પંડિતોને પણ અતિશય પીડા કરે છે. વળી કદાપિધન્યરાજની મતિ ભ્રષ્ટ થઈ હોય તે પણ સુભદ્રા મહાસતી છે, તે કઈ દિવસ શિયળવ્રત છેડે તેવી નથી, પણ આપણને શું ખબર પડે ? કદાચ બળાત્કારથી રેકી હેય અથવા તે બંનેની વૃત્તિ ખરાબ થઈ ગઈ હેય! ખરેખર આ બાબતમાં વાયુએ ચળવેલા વજાના છેડાની માફક કાંઇક પણ વિપરીત તે બન્યું લાગે છે!” આ પ્રમાણે શંકારૂપી શંકુથી વીંધાયેલા અંતઃકરણવાળા તે શ્રેષ્ટાએ પુત્રની વહુને કહ્યું કે–“વસે તું ધન્યરાજને ઘેર જઈને જોઈઆવકે સુભદ્રા કોનાથી અંતરિત થઈને રેકાઈ ગઈ છે?”ધનસારના આદેશથી ધનદત્તની પત્ની દેણા હાથમાં લઈને ધન્યકુમારના ગૃહાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યને તેણુએ પૂછયું કે-“અમારી દેરાણને છાશ લેવા માટે અહીં એકલી હતી, તે અહીં આવી છે કે નહિ ? આ પ્રમાણે તેણુએ પ્રશ્ન પૂછયો, પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા તેઓએ તે જવાબ આપે કે“અહે! તેના તે મહાન ભાગ્યને ઉદય થયે. અંદર જઈને 1 છાશ લાવવાનું માટીનું ઠામ.