________________ 248 ધન્યકુમાર ચરિત્ર. પાસે તે સુખનું હું શું વર્ણન કર્યું ? જેણે દેખ્યું અને અનુભવ્યું હોય તેજ તે સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલું પિતાને મેઢે વર્ણવવું તે અનુચિત છે. આમ કેટલેક કાળ ગ. મારા પતિનું રાજ્યમાન, તેમની કીર્તિ હમેશાં વધવા લાગ્યા. તે જોઈને તેમના ત્રણે મેટા બંધુએ ઇર્ષાવડે બળવા લાગ્યા. જેની તેની પાસે તે મારા પતિના અસંતોષે વર્ણવવા લાગ્યા. લે કે તે ઉલટાં તેમની પાસે મારા ભત્તરના ગુણોનું વર્ણન કરીને તેમનું મેટું બંધ કરવા લાગ્યા. આમ થવાથી તેઓ વધારે ને વધારે બળતરા કરવા લાગ્યા અને ઇર્ષ્યાથી સવિશેષ ખેદિત અંતઃકરણવાળા થઈ ગયા. અનુક્રમે મારા ભર્તારને કલ્પનાથી અને ઈમિત આકારથી આ સર્વેનાં માઠાં ચરણની ખબર પડી, તેથી સજજનવિભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. માસ ભર્તારના જવા પછી તરતજ તેમની સાથે જ તેમના પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ ઘરેથી ચાલી ગઈ. જ્યારે તળાવમાં પાણુ ખુટે ત્યારે તેમાંથી ઉગેલી કમલિની કેવી રીતે રહી શકે? નજ રહી શકે. ત્યારપછી થોડા જ દિવસમાં ઘરે બધું એવું ધન વગરનું-લક્ષ્મી રહિત થઈ ગયું કે ઘરનાં મનુષ્યને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારાં ઘરનાં માને નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગ્રહથી નીકળ્યા. તે વખતે બે મેરી સપત્ની (શેક) પણ હતી, એક રાજી અને બીજી શ્રેણીની પુત્રી. બહાર ગામ જતાં મારા થશુરે તે બંને અજ્ઞિ કરી કે–“અરે વહુઓ! તમે તમારા પિતાને : ઘેર જાઓ; અમે હમણા પરદેશ જઈએ છીએ.” આ સાંભળીને તેઓ તે તેમના પિતાને ઘેર ગઈ. “ભત્તર વગર દુઃખી સ્થિતિવાળા