________________ પષ્ટ પલવ. 247 ઉદયથી મારા દુઃખના અનુભવની વાર્તા કહેવાથી સર્વ ! ઉલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તું પણ દુઃખી થઈશ, તેથી તે વાત નજ કહેવી તે ઉત્તમ છે.” આ ઉત્તર સાંભળી સૌભાગ્યમંજરીએ કહ્યું કે–“સખી ! બહેન ! તું કહે છે તે વાત ખરી છે, પણ જે વાત કોઈની પાસે કહેવાતી નથી, તે પ્રીતિકાત્ર પાસે તે કહી શકાય છે. વળી હું પણ જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા સુધીનું દુઃખ સહન કરેલું છે, તેથી જેવું બન્યું હેય તેવું કહે.” આ પ્રમાણે સૌભાગ્યમંજરીને અતિશય આગ્રહ થવાથી સુભદ્રાએ કહ્યું કેબહેને! રાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેણીને પુત્ર, કે જે સમસ્ત ભોગો ભેગેવનારાઓમાં નૃપતુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગતમાં કોઈ પણ બીજો ભેગી નથી, જેને ઘેર હંમેશાં સુવર્ણ રત્નાદિકના આભરણે પણ ફુલની માળાની જેમ નિર્માલ્ય ફૂપમાં ફેંકી દેવામાં આવે છે, જેની વાત કેક્તિદ્વારા તમારા સાંભળવામાં પણું આવી હશે, તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું બહેન છું, મારી માતાનું નામ ભદ્રા અને પિતાનું નામ ગોભદ્ર શ્રેષ્ઠ છે. ગભદ્ર શ્રેણી જે ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કઈ પિતા નથી. જ્યારે હું યૌવનવતી થઈ, ત્યારે મને પરણાવવા લાયક જાણીને તમારાજ ભર્તારની જેવી આકૃતિ, રૂપ અને લક્ષણેવળા અને લક્ષ્મીવંત, તથા તમારાજ ભર્તારના નામવાળ, સદ્ભાગ્યની સંપદાના ધામતુલ્ય, એક વ્યવહારીના પુત્ર સાથે મારે વિવાહ કર્યો. તે પણ લક્ષ્મી સાથે વિષ્ણુની જેમ મારી સાથે પરણ્યા. પવિત્ર અને પ્રેમી પતિના સંબં ધથી હું પણ શ્વશુરગૃહમાં ઉત્તમ ભેગે ભેગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જ કાળ પણ જાણતી ન હતી. બહેન! તમારી