________________ 246, ધન્યકુમાર ચરિત્ર. . એક વખતે સૌભાગ્યમંજરી દૂરથી જ વનમાં લાગેલા દાવાનળથી બળેલી આંબાના વૃક્ષની શાખા જેવી શોભારહિત સુભદ્રાને છાશ લેવાને માટે આવતી અને વિચારવા લાગી કે–“આ મજુર સ્ત્રી કે પણ ઉત્તમ કુળમાં જન્મી હોય તેમ જણાય છે. કારણ કે રૂપ, લાવણ્ય, મર્યાદા, વિનય, વાણી વિગેરેથી તેનું કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. કઈ પણ અશુભ કર્મના ઉદયથી તેણી આવી અવરથા પામેલી દેખાય છે, પરંતુ તે હમેશની જન્મની દુખિની હેથી તેમ જણાતું નથી. તેથી પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બંધું પૂછીશ.” આ પ્રમાણે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બેલાવી, વિસામે લેવા માટે એક સારી માંચીપર બેસાડી પોતે પણ નજીકના આસન ઉપર બેઠી, પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સૌભાગ્યમંજરીએ પૂછયું કે–બહેન ! હું અને તું હવે હેનપણી થયા. જ્યારે બહેનપણાં થાય છે, ત્યારે પછી પરસ્પરમાં અંતર રહેતું નથી. કહ્યું છે કે - ददाति प्रतिगृह्णाति, गुह्यमाख्याति पृच्छति / भुङ्क्ते भोजयते चैव, पविध प्रीतिल क्षणम् // 05 “દવું, લેવું, ગુહ્ય કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાભવું–આ છ પ્રીતિનાં લક્ષણ છે. તેથી જે તારી મારા ઉપર નિર્મળ અંતઃકરણવાળી પ્રીતિ હોયતે મૂળથી માંડીને તારી બધી વાત મને કહે, શું ફિટિક જેવી ચેખી ભીંત પિતાનાં અંતરમાં રહેલી વસ્તુને કઈ પણ વત ગોપવી શકે છે?' આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજજાથી નીચું મુખ કરીને બોલી કે બહેન ! મને શું પૂછે છે મારા દુદેવને જ પૂછ કર્મના