________________ ષષ્ઠ પવિ. - 241 તેને બહુમાન આપે છે, જેવી રીતે મહાદેવની પૂજામાં પંઢ પણ પૂજાય છે, તેવી જ રીતે આ વૃદ્ધના પ્રભાવથી પૂર્વે કદિ નહિ ખાધેલ તેવા મેવા ખાવાને પણ આપણને પ્રસંગ મજે.” આ પ્રમાણે થવાથી સર્વે મજુરો પૂણ તે વૃદ્ધની અને તેના સર્વ કુટુંબીઓની આજ્ઞાનુસાર વતવા લાગ્યા.ધન્યકુમાર પણ વૃદ્ધ પિતાની ભક્તિના નિમિત્તેજ હમેશાં ત્યાં આવવા લાગ્યા; અને તેજ સ્થળે વૃક્ષ નીચે બેસીને કે દિવસે બેર, કોઈ દિવસે જાંબુ, કોઈ દિવસ સાકર મિશ્રિત નાળિયેર, કઈ દિવસે નારંગી, અંજીર, પાછી શેરડીના કકડા, તેને રસ એમ જુદી જુદી વસ્તુઓ સર્વે મ ને અને ખાસ કરીને તે વૃદ્ધ અને તેના પરિવારને સવિશેષે આપવા લાગ્યા. - એકદિવસ તેમણે ધનસારને કહ્યું કે તમારા વતન છણે થઈ ગયા દેખાય છે. ધનસારે પ્રત્યુત્તર આપે કે-“સ્વામિન! અમે નિર્ધન વસ્ત્ર સંબંધી ખર્ચ કરવાને કેવી રીતે શક્તિવાન થઈએ? અને ખર્ચ વિના નવાં વચ્ચે ક્યાંથી આવે? વળી મારા એકને માટે લુગડાં કરાવવાથી આખા પરિવારને કપડાં કરાવી આપવાં પડે, તેથી જેમ તેમ જેવા હૈય તેવા વસ્ત્રથી જ નિર્વાહ ચલાવીએ છીએ.” આ પ્રમાણેને ઉત્તર સાંભળીને ધન્યકુમારે ધનસાર અને તેના આખા પરિવારના સ્ત્રી પુરૂષને પહેરવા લાયક વ અપાવ્યા અને સર્વે મજુરોને પણ એકેકે વસૅ અપાવ્યું, તેથી તેઓ પણ બહુ હર્ષ પામ્યા અને વૃદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હમેશાં ધનસાર શ્રેષ્ઠીના મનને અનુકૂળ એવા તાંબુળ, વસ્ત્ર અને સુખેથી ખાઈ શકાય તેવા પદાર્થો આપીને ધન્યકુમાર તેમને સત્કાર કરતા હતા. અન્ય મજુરોને પણ યથા 1 નપુંસક એ બળદ.