________________ 242 ધન્યકુમાર ચરિત્ર. યોગ્ય આપતા હતા અને ભાઇ ભોજાઇ વિગેરેને સત્કાર કરતા હતા, પણ ધન્યકુમારના પુણ્યને પ્રભાવ વધી જવાથી કોઈ તેને ઓળખી શતું નહતું. એક દિવસે ધન્યકુમારે વૃદ્ધને કહ્યું કે હવે ઉન્હા- ળાની ઋતુ આવે છે, તમારી ઉમર વૃદ્ધ થઈ છે, દિવસ પૂર્ણ થતા (ચક્રવાક પક્ષીની જેમ છાશનો અભાવથી તમને રાત્રીઅંધપણું પ્રાપ્ત થશે. તે સાંભળી ધનસાર શ્રેણી કે સ્વામિન ! હું પણ તે વાત જાણું છું, પરંતુ અમારી પાસે ગાય વિગેરે ઢોર નથી, તેથી અમને છાશ કેવી રીતે મળે? વગાય વિગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે, તેથી તે ન મરથ તે અંતરંગમાંજ સમાઈ જાય છે. તે સાંભળી ધન્યકુમારે કહ્યું કે–આવું દીન વચન તમારે બોલવું નહિ, મારે ઘેર ગાય વિગેરે ઢોરનું મોટું ટોળું છે અને દુધ વિગેરે પુષ્કળ થાય છે, તેથી છાશ પણ ઘણું થાય છે, માટે હે વૃદ્ધ તમારે હમેશાં મારે ઘેરથી છાશ મંગાવવી, મોટા માણસોની પણ છાશ લેવા જવામાં લધુતા દેખાતી નથી, તેમ લેકમાં પણ કહેવત છે, તેથી હમેશાં તમારી વહુઓને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજે. મારા ઘરને તમારૂં ધરે છે તેમજ ગણજે, કાંઇ પણ અંતર ગણશે નહિ.” આ પ્રમાણે સાંભળી મોટી મહેરબાની કરી” તેમ કહી ધનસાર ખુશામતનાં મીઠાં વચને બોલવા લાગે. સંસારમાં ચાર સ્થળે ધિક્કારનાં સ્થળ તરીકે વર્ણવેલા છે. તે આ પ્રમાણે दारिद्रत्वं च मूर्खत्वं, परायत्ता च जीविका / क्षुधया क्षामकुक्षित्वं, धिक्कारस्य हि भाजनम् // દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને સુધાથી પેટનું દુબળ થવાપણું તે ચાર ધિક્કારનાં સ્થળ-કારણે છે'