________________ ( 8 ) 234 ધન્યકુમાર ચરિત્ર. સમયે સંપદાથી પરિપૂર્ણ હોવાને લીધે હર્ષિત એવા લેકેથી પરિવૃત્ત, મંત્રી તથા સામેતાદિકથી ઘેરાયેલા, પાયદળ, હસ્તી અને ધોડાઓના સમૂહ સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણે ગુણવર્ણન કરી રહ્યા છે તેવા, તાપ નિવારવા જેની પછવાડે સુવર્ણ દંડવાળું છત્ર ધારણ કરાયેલ છે તેવા, ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારેથી ( મનહર લાગતા, દેદીપ્યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હેવાથી મેરૂ પર્વત જેવા લાગતા, ધણું છે, આનંદ પામે, જ્યવંતા રહો એવી બિરૂદાવળી બોલતા બંદિવાને ના સમૂહને તેમના જીવન પર્યત ચાલી શકે તેટલું દ્રવ્ય દાનમાં આપતા અને જે મોટું તળાવ પિતાના તરફથી ખોદાતું ન હતું તેને જોવાને માટે કૌતુથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા, ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. સર્વે કાર્ય કરનારા મજુરો તેમને જોઈને હર્ષપૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વનાં પ્રણામ સ્વીકારીને એકાંત સ્થળમાં અશક તરૂની છાયામાં રાજાને યોગ્ય સિહાસને સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું ત્યાં બેઠા. થોડીવાર ત્યાં બેસી વિસામો લઈને સર્વે મજુરની દવાની પ્રવૃત્તિ જોવા 4 લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજુરી કરવાથી કલેશ પામેલા પિAતાના આખા કુટુંબને જોઈને તે મનમાં બહુ આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે–“અહો ! કમની રેખા દેવતાઓથી પણ ઉdધી શકાતી નથી. કહ્યું છે કે - उदयति यदि भानुः, पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरुः, शीततां याति बन्दिः /