________________ ષષ્ઠ પલ્લવ. પ્રબંધ કરે છે કે—કામ કરનાર સ્ત્રીઓને હમેશાં એક દીનાર આપ અને કામ કરનારા પુરૂષને બે દીનાર આપવા, ઉપરાંત બે વખત તૈલાદિક સહિત ઈચ્છિત ભોજન આપવું. આમ હવાથી જેઓ નિધન છે અને મજુરી કરનારા છે તેઓ આ તળાવ દવાના કાર્યથી સુખે સુખે આજીવિકા ચલાવે છે.” આ પ્રમાણેની તે નગરમાં રહેનારની કહેલી હકીકત સાંભળીને તે ધનસાર બહુ હર્ષિત થયે; પછી પિતાના સર્વ પરિવાર સહિત ધનસર શ્રેષ્ઠીએ ત્યાં જઈને તળાવ ખેદાવનારા ઉપરી અધિકારીને વિનયપૂર્વક તેમેરફાર કરી પિતાને તથા પિતાના પરિવારને આજીવિકા ચલાવવા માટે ત્યાં કામ કરવા સારૂ રાખવા વિનંતિ કરી. તે માટે અધિકારી બોલ્યા કે—હે વૃદ્ધ! અમારા સ્વામીના પુણ્યપ્રભાવથી આ સર્વ કામ કરનારા મજુરે સરવર દવાનું કાર્ય કરવાવડે સુખે સુખે આજીવિકા ચલાવે છે. તું પણ તારા કુટુંબ સહિત તળાવ ખોદવાને ઉદ્યમ કર અને તે દ્વાર પૈસા મેળવીને સુખેથી કાળ વ્યતીત કરી કુટુંબને નિર્વાહ કરે.' આ પ્રમાણે તેની અનુજ્ઞા મળવાથી આખા કુટુંબ સહિત ધનસાર શેઠ તળાવ ખોદવાના ઉદ્યમમાં પ્રવર્યાં. હમેશાં મજુરી લઈને નજીકમાં કરેલા ઝુંપડાઓમાં રહી સુખેથી ઉદરપૂર્તિ કરવા લાગ્યા. પિતાના પૂર્વકૃત કર્મના ઉદયને વશવર્તી થયે લા છે આ ન પૂરી શકાય તે પેટને ખાડો પૂરવા માટે શું શું કાર્યો કરતાં નથી ? તેથીજ સાધ, મનુષ્યએ પ્રતિક્ષણે કર્મબંધની ચિંતા કરવાની છે. ક્ષણ પણ છોડી દેવાની નથી. p. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થયે.એક દિવસ બપોરના 1 દીનાર એક જાતનું નાણું છે. 30