________________ 232 ધન્યકુમાર ચરિત્ર “હે ભાઈ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંત, મધ્યમ સ્થિતિવાળા'ઓ તથા નિધન મનુષ્ય કેવી રીતે રહે છે? કેવી રીતે પિતાની આજીવિકા ચલાવે છે?” ત્યારે તે નગરને રહેવાસી માણસ બે કે-“હે પરદેશી ! આ નગરમાં જે ધનવંત છે તે પિતાની મુંડીથી વ્યવસાય-વ્યાપાર કરે છે, કારણકે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દીવાની જરૂર પડતી નથી. શ્રીમતેથી કયાકયા વ્યાપાર થતા નથી ? તેઓ તે નાણાવટીનો, અનાજ વેચવાને, ઘીને, સેનીને, મણિયારને સુતરને હીરને, તાંબુળાદિકને, તેલને, સેપારીવિગેરેને રેશમી વસ્ત્રો, કપાશીઆ, દેશીવટને (કાપડને), મણિવિગેરે રત્નને સુવર્ણચંદીને, કરિયાણાને, વહાણને, ગંધિયાણાને સુગંધી તલાદિકને વિગેરે સર્વ પ્રકારનો વ્યાપાર કરે છે. જેની પાસે વિશેષ પૈસા નથી હોતા તેઓ મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારાદિક કરીને પિતાને નિર્વાહ કરે છે. જે જે વ્યાપારમાં કુશળ હોય છે, તે તે પ્રકારને વ્યાપાર કરીને સુખે સુખે પિતાને નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘો (2) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પિતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્યવડે વ્યાપાર કરીને પિતાને નિર્વહ ચલાવે છે. જેઓ અત્યંત નિધન છે અને ઉદરનિર્વાહ મુશ્કે1લીથી કરી શકે છે, તેઓ એક શ્રેષ્ઠ જાણે જનેના દરિદ્રને એદાવી દૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મેટું સરોવર દાવે છે ત્યાં મજુરી કરીને આજીવિકા ચલાવે છે. તે જગ્યાએ આ પ્રમાણે 1 નદીને કિનારે ઉભા કરેલા પાણીના રંટો નદીમાંથી જળ લઈ લઈને ક્ષેત્રાદિકને પૂરું પાડે છે.