________________ 218 ધન્યકુમાર ચરિત્ર. અવસ્થા કેમ થઈ? છાયાને આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદિ પણ થતી નથી. આ પ્રમાણેની ધન્યકુમારની વાણું સાંભળીને ધનસાર બે-“વત્સ! તારા પુણ્યથી આવેલી લક્ષ્મી તું ઘેરથી નીકળે કે તરતજ જેવી રીતે અતિ ફુટ એવી ચેતના પણ દેહમાંથી જીવ જતાં તરતજ તેની સાથે ચાલી જાય છે, તેવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન રે ચેરી ગયા, કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કોયલારૂપ થઈ ગયું અને અદશ્ય પણ થઈ ગયું. આ પ્રમાણે સર્વ ધનને નાશ થઈ ગયે. પ્રચંડ વાતથી જેવી રીતે ઘન ઘટાવાળા મેઘ પણ વીખેરાઈ જાય, તેવી રીતે તારાથી પ્રાપ્ત થયેલી પ્રભુતા અને સંપદા પણ નાશ પામી અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છોડી દીધું અને ગામે ગામ ભમતાં “રાજગૃહી મેટી નગરી છે એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કઇ પુણ્યના ઉદયથી આજે તારૂં દર્શન થયું અને દુર્દશા નાશ પામી.” આ પ્રમાણેની તાતની વાણી સાંભળીને સ્વચ્છ આત્માવાળા ધન્યકુમાર પણ તેમનું દુઃખ હૃદયમાં પ્રતિબિબિત થવાથી દુઃખી થયા. સજજને રવભાવથીજ એવા હોય છે. સજજને માટે કહ્યું છે કે - सज्जनस्य हृदयं नवनीतं, यद्वदन्ति कवयस्तदलीकम् / अन्यदेह विलसत्परितापात्, सज्जनो द्रवति नो नवनीतम् // કવિઓ સજજન પુરૂષના અંતઃકરણને માખણની જેવું કમળ કહે છે, પણ તે ખેટું છે સજજનનું હૃદય તે બીજાના દેહમાં થયેલા પરિતાપથી પણ દુઃખિત થાય છે, અને માખણ તેવી રીતે દ્રવતું નથી, તેથી તે માખણ કરતાં પણ વધારે કોમળ છે.”