________________ ષષ્ઠ પવિ. 219 આ પ્રમાણે વિચાર કરતાં ધન્યકુમારે મનમાં વળી બીજો વિચાર કર્યો કે–“મારા પિતાશ્રી તથા બંધુઓ વિગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુક્ત નથી, આમ થાય તે તે ઘરમાં કામ કરનારા નેકરે પણ તેમનું બહુમાન કરે નહિ. લેકેમાં પણ કહેવાય છે કે-વેષના આડંબર વિનાના મોટા માણસેની પણ અવજ્ઞા થાય છે. મલીન વસ્ત્રધારી મહેશને પણ કાઢી મૂકવાપણું શું નથી પ્રાપ્ત થયું?” વળી મિટા શેઠીઆઓમાં “આ મારા બંધુઓ વિગેરે નિધન છે એમ ન કહેવાય અને તેવી લધુતા તેમને ન મળે તેજ ઉત્તમ છે. હજુ સુધી કોઈએ આ વાત એ પણ જાણું નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારના ઉદ્યાનમાં મેકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વચ્ચે તેમને પહેરાવીને મેટા આડંબર અને સન્માનપૂર્વક હું તેમને મારે ઘેર તેડી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વચ્ચે અને આભૂષણે વિગેરે આપી રથાદિકની અંદર ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બહાર મોકલી દીધા. નગરની બહારના કેઈ ઉદ્યાનમાં લઈ જઈને નેકરોએ સુગંધી તૈલાદિકવડે મર્દન કરી સર્વને નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યા અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનેમાં તેમને બેસાડ્યા. ત્યાર પછી પૂર્વે સંકેતર્યા પ્રમાણે નિયત કરેલા પુરૂષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી કે-“સ્વામિન ! નગરના ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે. તેથી વધામણું આપનારને હર્ષપૂર્વક દ્રવ્યાદિક દેવાવડેરીઝ કરીને ઘોડા, રથ, સિપાઈ વિગેરે પરિવારથી તથા અનેક મેટા શ્રીમંત શ્રેષ્ઠીઓથી પરવારેલ ધન્યકુમાર તેમને તેડી લાવવાને