________________ ષષ્ઠ પલ્લવ. ષષ્ઠ પલ્લવ. થવા સ્મરૂપી વધુના કિડાગૃહ તુલ્ય રાજગૃહી નગરી માં એક વખત પુણ્યવંત ધન્યકુમાર સાતમાળની છે હવેલીમાં ઉપલે માળે લીલાથી યથેસિત હાસ્ય 3 દિ' રે વિદાદિક સુખ ભેગવતા આનંદ કરતા હતા, તે * અવસરે આમ તેમ જોતાં રસ્તા ઉપર તેઓએ દષ્ટિ કરી, એટલે અતિ દીન દશાને પામેલા, વનચરપશુની જેવા રંક થઈ ગયેલા, તિરસ્કાર ઉપજે તેવા, રસ્તાની ધૂળથી ખરડાયેલા અને જીર્ણ વસ્ત્રો પહેરેલા પિતાના માતા, પિતા તથા બંધુઓને તેણે દીઠા, તેમને દેખીને મનમાં અતિ વિસ્મિત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા કે –“અહે! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! આ મારા આખા કુટુંબને અનેક કટિપ્રમાણ ધન તથા ધાન્યાદિકથી ભરેલા ગૃહમાં મૂકીને હું અને આ હતિ, તે છતાં તેમની આવી સ્થિતિ થઈ! ખરેખર “કરેલ કર્મથી છોડાવવાને કોઈ સમર્થ નથી.' એવું જિનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.” આ પ્રમાણે વિચાર કરીને સેવકોને મેલી તેમને સર્વને તેણે પિતાના ઘરમાં બેલાવ્યો અને નમસ્કાર કરીને વિનય પૂર્વક અંજલિ જોડી વચ્છ અંતઃકરણપૂર્વક પિતાને પૂછવા લાગ્યા કે હે પિતાજી ! બહુ લક્ષ્મીવાળા આપની આવી નિર્ધન