________________ 216 ધન્યમાર ચરિત્ર. આભરણે રાખતા હતા, અને ત્રીજા ખંડમાં જુદી જુદી ઉત્તમ રાજદ્રવ્ય ભેળવેલી નાના પ્રકારની મીઠાઈઓ, ઘેબર, મેદક વિગેરે સ્વાદિષ્ટ ખાધો, ઉત્તમ પ્રકારની ભજન સામગ્રીઓ, દ્રાક્ષ, ખજુર, અખેડ, કદલી (કેળાં, આંબા, નારંગી વિગેરે સુકા તથા લીલાં ફળ, તાંબુળ વિગેરે ખાદ્ય પદાર્થો રાખેલા નીકળતા હતા. આ પ્રમાણે તેત્રીશ પેટીઓમાંથી સર્વને જોઇતી વસ્તુઓ નીકળતી હતી. હમેશાં આવતી નવી નવી પેટીઓમાંથી નીકળતા વસ્ત્ર, આભરણ વિગેરે ? તેઓ પોતપોતાના ભેગમાં લેતા હતા અને આગલા દિવસનાં વપરોયેલા વસ્ત્રાભરણાદિકને “નિર્માલ્ય ગણીને એક કુવામાં નાખી દેતા છે ". આ પ્રમાણે ભગ્ય વસ્તુઓ ગોભદ્રદેવ શાલિભદ્ર અને રીતેત્રીશે પત્નીઓ માટે હમેશાં મોકલતા હતા અને શાલિન પણ ઈચ્છાપૂર્વક નિઃશંકપણે દિવ્ય વસ્તુઓથી મળતા સુખે ગવતે સતે આનંદથી કાળ નિર્ગમન કરતે હતે. આ બધું ભક્તિપૂર્વકનુનિ મહારાજને અખંડિત આપેલ દાનનું ઉત્તમ ફળ પ્રગટ થયું હતું. અખંડિત ધારાથી અને અખંડિત ભાવથી આપેલ 3 ઉત્તમ મુનિદાનથી આ ભવમાં અને પરભવમાં જે અક્ષય સુખ મળે છે, તેનું શાલિભદ્ર ઉત્તમ દષ્ટાંત છે. ગોભદ્રદેવ પણ તેના દાનપુણ્યના મહિમાથી ખેંચાઈનેજ ઉપર પ્રમાણેની ભગ્ય વૈસ્તુઓ પૂરી પાડતા હતા. તેથી હે ભવ્ય વગર સાધુ મુનિરાજને દાન આપવાના કાર્યમાં અતિશય આદર કરજે, તેજ આભાવ પરભવ સુધારનાર અને છેવટે પરમાનંદપદ અપાવનાર છે. ઇતિ શ્રી જિનકીર્તિ સૂરિના ચેલા પધબંધ દાનકલ્પદ્રુમ ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યચરિત્રના પાંચમા પલ્લવનું ગુજરાતી ભાષાંતર. આ.