________________ 196 ધન્યકુમાર ચરિત્ર અને પર્વત જેટલું તમારું આયુષ્ય થાઓ.” ' આ પ્રમાણે કહીને તે દાંભિક વેશ્યા બોલતી બંધ થઈ, એટલે ધમઉન્નતિની પ્રશંસા સાંભળવાથી સંતુષ્ટ થયેલ હૃદયવાળા અભયકુમાર બોલ્યા કે—“હે ધર્મ બહેન! તમે આજે મારે ઘેર પધારે અને ભેજનને સ્વીકાર કરે, જેથી મારું ઘર અને મારૂં ગૃહસ્થપણું સફળ થાય.” આ પ્રમાણેનું અભયકુમારનું આમંત્રણ સાંભળી તે દંભી વેશ્યા બેલી કે–“હે ધર્મબંધે ! હું સંસારના સંબંધથી તે કોઈને પણ ઘેર જમવા જતી જ નથી, પણ ધર્મના સંબંધથી સ્વધર્મીની રીતિ અનુસાર હું આવીશ, પરંતુ આજે તે શ્રીમન મુનિસુવ્રતસ્વામિની કલ્યાણકભૂમિને / પ્રથમ સ્પર્શ થયે, તે સ્થળના દર્શન થયા, તેથી મારે તીર્થને થળની યાત્રા સંબંધી ઉપવાસ કરવાનું છે, તેથી બીજે દિવસે મારા સ્વધર્મ બંધુના ચિત્તની પ્રસન્નતા માટે હું આવીશ. હું કાંઈ તમારા રહેઠાણથી બહુ દૂર ઉતરેલ નથી.” આ પ્રમાણે 'કહીને તે વેશ્યા પિતાને ઉતારે ગઈ. મંત્રીશ્વર અભયકુમાર પણ તેણે કહેલી સર્વ હકીકત સત્ય માનતા અને તેના ગુણેથી રજિત થયેલા અંતઃકરણવાળો પિતાને આવાસે આવ્યા - હવે બીજે દિવસે સવારે પોતાના પરિવાર સહિત તે વેશ્યાને ઉતારે જઈને તેને સર્વ પરિવાર સહિત અભયકુમારે આગ્રહપૂર્વક નિમંત્રણ કર્યું અને પોતાને ઘેર તેડી જઈને ઉત્તમ ઉત્તમ રસવતી યુક્ત ભોજન કરાવવા માટે બહુમાનપૂર્વક ભજનમંડપમાં તેડી જઈને જમવા માટે બેસાડી. અભયકુમાર પીરસવા માટે જે જે રસવતીઓ મંગાવે અને તેને પીરસે તે તે સર્વ રસવતીએના સંબંધમાં તે દૃભિની વેશ્યા " કુષ્ય, અશ્વ, કાતિ