________________ પંચમ પવિ. 195 તેવી કઈ પણ સ્થળે વર્તતી નથી. ત્યાં પરમ વિતરણભક્ત, જૈનધર્મરક્ત શ્રી શ્રેણિક મહારાજા શુદ્ધ ન્યાયમાર્ગની રીયનPસાર રાજ્ય પાળે છે. વળી તેમના વડીલ પુત્ર કે જે સકળ ગુણવંત પુરૂષોમાં અગ્રેસર છે, જે સમરતબુદ્ધિવ્યાપારના એક ખજાના જેવા છે, જે શ્રી જિનેશ્વર ભગવંતના આગમને અનુસાર છે, જે દરેક જાતની કાર્યપ્રવૃત્તિમાં કુશળ છે, જે ધર્મસાધનની માતાતુલ્ય કરૂણાની પુષ્ટિ નિમિત્તે અમારિપટની ઉોષણા કરાવવા સર્વદા તત્પર છે, જે સમસ્ત જીવાજીવાદિક ભાવને જાણનાર છે અને બહુજીને આજીવિકાદિ દેવાડે અભયદાન આપીને પિતાના નામ પ્રમાણે ગુણ પ્રગટ કરી પિતાના નામને સાર્થક કરનાર છે. તેવા અભયકુમાર નામે તે રાજાના મુખ્ય મંત્રી અને પુત્ર પરમ શ્રદ્ધાથી ધર્મારાધનમાં સર્વદા તત્પર રહે છે.” આ પ્રમાણેની યશકીતિનું વર્ણને સાંભળીને હૃદય આ નગરીના અને તે રાજા તથા તેના પુત્રના દર્શન કરવાને ઉત્કંઠિત થઈ ગયું. આજે મારા પૂર્ણ ભાગ્યોદયથી મારે તમારા દર્શન કરવાને મનોરથ સંપૂર્ણ થયું છે. મેં જેવું સાંભળ્યું હતું તેનાથી પણ અધિક મેં અહીં જોયું છે. તૂમે ખરેખર ધન્ય છે, તમે ખરેખરા કૃતાર્થ છે, શ્રી જિનેશ્વરના માર્ગમાં ખરેખરી આરાધના કરનારા મે તમને જ આજે જોયા છે. વધારે શું કહું? વધારે કહેવાથી કૃત્રિમતા પ્રગટ થતી દેખાય છે, તેથી વધારે કાંઈ કહેતી નથી. તમારી જેવા પ્રભાવિક પુરૂષથી શ્રી જિનેશ્વરનું શાસન દીપયમાન દેખાય છે–દીપે છે. આજે તમારો દર્શનવડે અમારે જન્મ અને જીવિતવ્ય સફળ થયા છે એમ હું માનું છું. હે ધર્મબંધે ! તમે લાંબા કાળ સુધી રાજય અને ધમની પ્રતિપાલના કરે!