________________ 194 ધન્યકુમાર ચરિત્ર. સાંસારિક આનંદમાં વ્યતિક્રમે તેવામાં પૂર્વે કરેલા ભેગાંતરાય કર્મના ઉદયથી મારે સ્વામી મૃત્યુ પામ્યું. તેના વિયેગ દુઃખથી અત્યંત દુઃખિત થયેલી મને કંઈ પણ જગ્યાએ શાંતિ મળતી નહોતી. આ સમયે જગત સર્વની માતાતુલ્ય તે પૂજય સાધ્વીજીએ મને પ્રતિબોધ કર્યો કે-“હે વત્સ ! ખેદ શા માટે કરે છે? એ મનુષ્ય ભવ પામવો બહુ દુર્લભ છે, બહુ મુશ્કેલીથી જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તે અત્યાર સુધી તે વિષયકદનાવાળા કાયૅવડે તેને નિષ્ફળ ગુમાવ્યું છે, પરંતુ હવે તે વિષયરૂપી ગ્રંથીનું છેદન કરવામાં સહાય આપવા માટે કામ કદર્થના કરવાના કારણરૂપ તારે ભત્તર મૃત્યુ પામે છે, તે જિનેશ્વર ભગવંતના માર્ગને જાણનારી તું ખેદ કરે છે, તે શું તને રેગ્ય છે? હવે તે ચિત્તને સ્થિર કરીને ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કર, કે જેથી અતિ મુશ્કેલીથી મળતી મનુષ્યરૂપી સામગ્રી સફળ થાય. અનાદિ કાળના શત્રુરૂપ પ્રમાદિ ને છોડી દઈને ધર્મ, ધ્યાનમાં એક તને લગાવી ચિત્ત તેમાં જોડી દે.” આ પ્રમાણેના પ્રવર્તિનીના ઉપદેશથી ભર્તારના મરણને શોક ન્યજી દઇને હું ધમની અથી થઈ ધર્મસાધનમાં વિશેષ તત્પર થઈ. ત્યારબાદ એક દિવસે દેશનામાં તીર્થયાત્રાનું મહાન ફળ મેં સાંભળ્યું, તેથી મારા પિતા વિગેરેની અનુજ્ઞા લઇને શ્રી સિદ્ધાળ વિગેરે તીને જુહારતી વંદના કરતી અનુક્રમે કાશીપુરીમાં આવી. ત્યાં શ્રી પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ નામના તીર્થકરોની કલ્યાણક 'ભૂમિને સ્પર્શ કરીને હું પાવન થઈ. ત્યાંથી આગળ ચાલતાં ચંદ્રાવતીમાં શ્રીમત ચંદ્રપ્રભુને વંદના કરી અને ત્યાં સાંભળ્યું કે હાલમાં રાજગૃહી નગરીમાં જેવી જૈનધમની ઉન્નતિ વર્તે છે,