________________ પંચમ પવિ. 193 ચૈત્યની બહારના મંડપમાં તે વેશ્યા આવી ત્યારે તેની સાથે અભયકુમાર વાતચિત કરવા લાગ્યા. અભયકુમારે કહ્યું કેબહેન ! સ્વધર્મ ભગિની ! તમે કયા ગામથી અત્રે આવ્યા છે?” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળી દંભ રચવામાં કુશળ એવી { તેણે દંભરચનાવડે કહ્યું કે- “હે ધર્મબંધે ! લેકના ઉદર રૂપી પુરમાં ભવભ્રમણરૂપી ચતુષ્પથમાં મનુજ ગતિરૂપી પિળમાં વસનારી સંસારી જીવરૂપી જ્ઞાતિવાળી હું ક્ષેત્ર સ્પનાના ગથી અત્રે આવેલી છું.” તેનું કપટકળાયુક્ત આવું જૈનધર્મ વાસિત વાક્ય સાંભળી અભયકુમારે પુનરપિપૂછયું કે-“હે ભગિનિ: હેધર્મ બહેન! શ્રી જિનેશ્વર ભગવંતના આગમથી વાસિત થયેલા અંત:કરણવાળા મનુષ્યની આવી જ ભાષા હોય છે. તમે કહેલ જિનેશ્વર ભગવંતની સ્તુતિમાત્રના શ્રવણવડેજ મને તે તમારી પરીક્ષા થઈ ગઈ છે કે તમે તીવ્ર શ્રદ્ધાવાળા એક ઉત્તમ શ્રાવિકા છે. પરંતુ વ્યવહાર નયની રીત્યનુસાર હું તમને પૂછું છું કે તમે કયે ગામથી અત્રે આવ્યા છે? કયે સ્થળેથી તમારું અહીં આગમન થયેલું છે ? " આ પ્રમાણેની અભયકુમારની વાણી સાંભળીને ફરીથી પણ તે વેશ્યા પિતાને દંભવિલાસ પ્રગટ કરતી બોલી કે-“હે ધર્મબંધો ! પૃથ્વીભૂષણ નામના નગરમાં સુભદ્ર શ્રેણીની હું પુત્રી છું. બાળપણમાં જ અમારા પાડેશમાં વસતા એક સાધ્વીજી મહારાજના પ્રસંગવડે જિનેશ્વરને ધર્મ ઉપર મને અત્યંત રૂચિ થઈ. અનુક્રમે મને યૌવન પ્રાપ્ત થયું, ત્યારે મારા " પિતાજીએ મને વસુદત્ત વ્યવહારીના પુત્ર સાથે પરણાવી. તેની સાથે લગ્ન થયા પછી વિષમિશ્રિત અન્નની જેમ સાંસારિક વિષપભેગ ભેગવવા લાગી. આ પ્રમાણે કેટલેક સમય