________________ 192 ધન્યકુમાર ચરિત્ર હેવાથી થોડા જ દિવસમાં અરિહંત ધર્મમાં કુશળ થઇ. ત્યારપછી રાજાની આજ્ઞા લઈને મહા માયાવાળી તે વેશ્યા એક ઉત્તમ શ્રાવિકાને વેશ ધારણ કરીને રાજગૃહી નગરીએ ગઈ. ગામની બહાર પરામાં એક મકાન ભાડે લઈને ત્યાં તે વિસ્થાએ ઉતારે કર્યો અને પ્રભાતે ધુપ, દીપ, અક્ષત, ચંદન, કેશર, બરાસ વિગેરે પૂજાના દવે સાથે લઈને, પિતાના પરિવાર સહિત રાજગૃહીના દરેક જિનમંદિરમાં દર્શન કરતી, ચૈત્યપરિપાટી કરીને અનુક્રમે રાજાએ કરાવેલા જિનમંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે તે આવી પહોંચી. શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાના સમયે “નિસિહિ” કહેતી અને જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે તથા દર્શન કરતી વખતે સાચવવાના દશે ત્રિકે સાચવતી તે વેશ્યા ચૈત્યમાં દર્શન કરી ચૈત્યવંદન કરવા બેઠી. તે વખતે અભયકુમાર પણ જિનેશ્વરના દર્શન કરવા માટે તે ચૈત્યમાં આવ્યું. મંદિરમાં પ્રવેશ કરીને તેણે જોયું તે વૈરાગ્ય અને હાવભાવાદિક સહિત જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરતી તેણે તે વેશ્યાને જોઈ અને પ્રીતિપૂર્વક તેનાથી કરાતી સ્તુતિ સાંભળવા લાગ્યું. તે સાંભળીને અભયકુમાર વિચારવા લાગે કે-“કઈ પણ અન્ય ગામથી આવેલી જિનેશ્વરના ધર્મમાંજ વાસિત અંતઃકરણવાળી અને ભક્તિના સમૂહથી વ્યાપ્ત ચિત્તવાળ ઓ પ્રિય સ્વધણિી હાલમાં જ અત્રે આવેલી દેખાય છે. સુવર્ણ પાત્રતુલ્ય આ ધમિણુનું બહુમાન તથા આતિથ્યાદિ કરવાથી મને મહાન લાભ થશે, કારણ કે આ ઉત્તમ સ્વામિણી જણાય છે. આ પ્રમાણે મનમાં નિર્ણય કરી 1 આ દશે ત્રિકનું સવિસ્તર વર્ણન “દેવ વંદન ભાષ્ય નામના ગ્રંથમાં આપેલું છે, તે સ્થળેથી જોઈ લેવું.