________________ પંચમ પલવ. 197 કમ, ભેળ સંભેળ” વિગેરે દૂષણે માટે પૂછયા કરતી હતી. તેના આવા પ્રશ્નોથી મંત્રી તેની દાંભિક ધર્મબુદ્ધિ દેખીને લાગતા ગુણના 'રાગવડે વિશેષ વિશેષ રંજીત થે. હવે તે દૃભિની વેશ્યા પણ | વિધિપૂર્વક ભજન કરીને ઉભી થઈ. જમ્યા પછી મંત્રીએ તેને ' તાંબુલાદિક ધર્યા, પણ તેણુએ તે ગ્રહણ કર્યા નહિ, અને કહ્યું કે “ધર્મબંધ ! અમારે વિધને હવે તાંબુલની શોભા શી ? અમારે તે જિનેશ્વર ભગવંતની આજ્ઞાવિરૂદ્ધ બોલવું નહિ, તેરૂપ તાંબુલવડેજ મુખ શોભાવવું યોગ્ય છે, દ્રવ્ય તાંબુલાદિકને તે મેં - ત્યાગ કરેલ છે. ત્યારપછી મંત્રીશ્વર વિવિધ પ્રકારના વસ્ત્ર છે તથા અલંકારે તેને આપવા લાગ્યા એટલે બાહ્ય રીત્યા વિવિધ પ્રકારે વૈરાગ્ય ભાવ દેખાડતી તેણુએ અતિ આગ્રહથી ધચિત વસ્ત્રાભરણાદિ ગ્રહણ કર્યા, અને મંત્રીશ્વરની સ્તુતિ કરતી તે છેવટે તેની રજા લઈને પિતાને ઉતારે ગઈ. બીજે દિવસે તે દભિની વેશ્યા અભયકુમાર મંત્રીને ઘેર જઈ તેને કહેવા લાગી કે—ધર્મબંધે ! આજે તે તમે આ બહેનની એક વિનંતિ સ્વીકાર ! અભયકુમારે કહ્યું કે-“સુખેથી જે કહેવું હોય તે કહે.” ત્યારે તે વેશ્યાએ કહ્યું કે “આજે જમવા માટે મારે ઉતારે આવવાની તમારે કૃપા કરવી, જેથી ભારે જન્મ અને જીવિતવ્ય સફળ થાય. આપના આગમનથી દરિદ્રી પુરૂષને નિધાનને લાભ થાય તેમ મારા મનમાં રહેલ મનેરથરૂપી વૃક્ષ અવશ્ય ફળિત થશે—મારું મન બહુજ આનંદિત થશે. તેની આવી વિનંતિથી સરલ બુદ્ધિવાળા અભયકુમારે તેના આમંત્રણને સ્વીકાર કર્યો અને તેને જવાની રજા આપી. તેણે ઉતારે જઈને પિતાની ધારણા પ્રમાણે સર્વ તૈયારી કરી,