________________ પંચમ પલ્લવ 189 કેએ પણ આ પ્રમાણે પૂછયું એટલે ચંડપ્રદ્યોતે તેને કહ્યું કે-“જે રક્ષક હતા તેજ ભક્ષક થયા ત્યારે પછી મારે શું કરવું? આવાં તેનાં વચન સાંભળી સૈન્યમાં સાથે આવેલા રાજાઓ બોલી ઉઠ્યા કે “જગત માત્રના એક શરણભૂત એવા તમને મારવાને કોણ સમર્થ છે? આ તમારું વચન તેદન અસંભવિત છે પરંતુ તમારું કથન નહિ હોય, માટે કહે કે એવા ભક્ષકો કોણ થયા હતા?” રાજાએ કહ્યું કે–“તમેજ વિશ્વાસઘાતક થયા છે. તેમણે પૂછયું–ન્ડ તે શી રીતે? એટલે ચંડપ્રદ્યોતે કહ્યું–ધનના લેભથી સ્વામીદ્રોહ કરવામાં તમે બધા તત્પર થઈ ગયા, પણ મારા મિત્ર અને બુદ્ધિશાળી એવા અભયકુમારે તે વાત મને જણાવી દીધી, અને એ ઉપરથી “મૂર્ખ મિત્ર કરતાં પંડિત શત્રુ સારો” આ કહેવત સાચી કરી દેખાડી.” આ પ્રમાણે કહીને બધી હકીકત વિસ્તારથી કહી બતાવી, છેવટે કહ્યું કે–તમારા આવાસોની નીચે ખેદતાં ધન , નીકળવાથી અમે લખેલી વાત ઉપર મને વિશ્વાસ આવે, તેથી મેં કાંઈ પણ વિચાર કર્યા વગર નાશી જવાનો વિચાર કર્યો અને તેમ કરવાથી જ હું બો. તમારી જેવા શુદ્ધ ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ માણસેને આ પ્રમાણે સ્વામીદ્રોહ કરે તે બીલકુલ ઘટતું નથી.” (આ પ્રમાણેનાં ચંપ્રદ્યોત રાજાનાં વચન સાંભળીને તે બધા સામંત રાજાએ જરા હસીને કહેવા લાગ્યા કે– “રવામિન ! અભયકુમારે કેળવેલી આ માયા તમે ન જાણી, અભયના પ્રપંચને તમે ઓળખી શક્યા નહિ, તેથીજ ઉતાવળ કરીને તમે અત્રે Cii નાશી આવ્યા અને તમારી તથા અમારી આબરૂમાં ખામીલાવ્યા. આપણી પ્રતિષ્ઠની હાનિ થઈ. આ પ્રમાણે ઓયેલી પ્રતિષ્ઠા સેં