________________ - - - 190 ધન્યકુમાર ચરિત્ર. કડી વરસે પણ પાછી મળતી નથી. આપ ધ્યાનમાં રાખજો કે અમે અમારા પ્રાણને નાશ થાય તે પણ વિશ્વાસઘાતની વાત ન કરીએ તેવા નથી. કહ્યું છે કે - મિત્રદ્રોહી , રાધિકદી પુનઃ પુનઃ विश्वासघातकश्चैते, सर्वे नरकगामिनः // | “મિત્રદ્રોહી, કૃતઘી, સ્વામિદ્રોહી, અને વિશ્વાસઘાતક વારંવાર નરકમાં જ જાય છે.” ( આ પ્રમાણે કહીને સેંકડે સેગનવડે તે રાજાઓએ ચંડ પ્રધત રાજાને “તેઓ વિશ્વાસઘાતક નહેતા” તેની ખાત્રી કરી આપી. રાજા પણ આ પ્રમાણેની કપટચના સાંભળવાથી તથા તેના મનમાં ખાત્રી થવાથી બહુ શોચ કરવા લાગે; પણ અવસર ચૂકેલ માણસ જેમ ફરીથી તે સ્થાન પ્રાપ્ત કરી શકતું નથી, તેવી દશા તેની થઈ. 2 ને હવે અભયકુમાર ઉપર ઈર્ષ્યા સહિત અને શિલ્યપૂર્વક કાળ નિર્ગમન કરતાં એક વખત સભામાં બેઠેલા ચંડધોત રાજાએ કહ્યું કે “આ સભામાં એ કઈ શૂરવીર છે, કે જે અભયકુમારને બાંધીને અહીં ઉપાડી લાવે ?" આ પ્રમાણેનું અશક્ય કાર્ય 'નિષ્પત્તિવાળું રાજાનું કથન સાંભળીને સર્વે સભાસદ ગર્વ અને આવેશથી રહિત થયેલા બોલી ઉઠ્યા કે-ગરૂડ પક્ષીની પાંખ છેદવાને કયે બુદ્ધિશાળી અને ડાહ્યો માણસ ઉઘમ કરે? ઐરાવણ હતીને મદ ઉતારવા માટે કોણ તૈયારી કરે? અને કેણ તેને આક્ષેપયુકત વચનેથી બેલાવે? અથવા તે શેષનાગના મસ્તક ઉપર રહેલા મણિને ગ્રહણ કરવાને કોણ પ્રયત્ન કરે? કેશરીસિંહની કેશવાળી કાપવાને કેણ આગ્રહ કરે તેવી જ રીતે હે