________________ - K 188 ધન્યકુમાર ચરિત્ર મારી શું ગતિ થાત? હવે આ વાત અહીં કોઈની પણ પાસે કહેવા લાયક નથી. આ સર્વે રાજાઓ અને સુભટે સ્વામીદ્રોહી થઈ ગયા છે, તેથી તેમને કાંઈ પણ કહ્યા વગર અત્રેથી ચાલ્યા જવું તેજ શ્રેયકર અને યોગ્ય છે. આ પ્રમાણે વિચારીને તે ચડપ્રઘોત રાજા ત્યાંથી પલાયન કરી ગયે-નાશી ગયે. તેને નાશી જતે જાણીને મનમાં શંકા કરતો સર્વે રાજાઓ અને સુભટે પણ નાશી જવા લાગ્યા. ? હવે ચપુરૂષથી તેઓ સર્વે નાશી જાય છે તેવી ખબર મળતાં જ અભયકુમારે શ્રેણિક મહારાજને નિવેદન કર્યું કે બહે પૂજ્ય તાત! તેઓ નાશી જાય છે તેથી તેના હાથી, અશ્વ, રથ 2 વિગેરે તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરે.” તે સાંભળીને શ્રેણિક રોજા પણ નાશી જતા એવા તે સૈન્યના હરતી, અશ્વ વિગેરે જે હાથમાં આવ્યું તે સર્વ ગ્રહણ કરવા લાગ્યા. પરંપરાએ દેશમાં આ પ્રમાણે વાર્તા પ્રસરી કે– ચંડપ્રોત રાજા નાશી ગયે અને શ્રેણિક મહારાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું. 3 ચંડપ્રધાન રાજા ત્વરિત ગતિથી નાસત સતે એકદમ પિતાને નગર આવીને પોતાના અંતઃપુરમાં પેસી ગે. બીજા રાજાઓ કષ્ટ ભેગવતાં ધીમે ધીમે પછવાડે આવ્યા અને ઉજજયિની પહોંચ્યા પછી ચંડપ્રોત પાસે જઇને તે સર્વે પૂછવા લાગ્યા કે-“હે સ્વામિન ! ન વિચારી શકાયખ્યાલમાં પણ ન આવે તેવી રીતે શીઘ્રતાથી આપને નાશી આવવાનું શું પ્રજન પ્રાપ્ત થયું? શું કાંઈ ખાસ ભય ઉત્પન્ન થયે કે જેથી સમુદ્રના પાણીની માફક આખી રોજગૃહી ફરતું સૈન્ય વિસ્તરી ગયું હતું, છતાં પણ રાંકની જેમ પલાયન કરીને તમે નાશી આવ્યા ?" વૃદ્ધ સૈનિ