________________ પંચમ પહાવ. 187 સ્થળે આપના ચરણકમળ પ્રત્યે આપને સેવક અભયકુમાર આ વિજ્ઞખિપત્ર રજુ કરે છે. આ આપનું હમેશાં શુભ ચિંતવનાર સેવકને પ્રણામ સ્વીકારશે અને અત્યારે આપને ઉપગી હેવાથી એક જરૂરની વિનંતિ ગુપ્ત રીતે કરવાની છે તે સ્વીકારશે. તે વિનંતિ આ છે કે-હે સ્વામિન્ ! હે પૂજ્યપાદ ! શિવાદેવી - આપની રાણી મારે તે મારી માતા ચેલ્લણની સરખાજ પૂજ્ય છે, તેથી હિતકારી વાત મારે કહેવરાવવી પડે છે તે સાંભળે. ભેદ ઉપાય કરવામાં કુશળ મારા પિતાએ તમારા સર્વે રાજાઓને ખૂ. વેલા છે–તેને ભેદ કરાવેલ છે. ગઈ કાલે જ તેઓને મારા પિતાએ સેનાની મહેને ભંડાર આપે છે. તમને પકડીને અમારે તાબે કરવાને માટે આ ઉદ્યમ તેમણે કરેલ છે. તેઓ તમને પશુની માફક રડાવડે બાંધીને મારા પિતા પાસે રજુ કરશે, અને ધનવડે તે રાજાઓ પિતાના આત્માને સંતોષશે, આ પ્રમાણે નિશ્ચિત હકીક્ત બનેલી છે. જો મારા ઉપર આ બાબતની પ્રતીતિ ન આવે તે તેઓના તંબુઓમાં ભેયની નીચે તેમણે સેનામહે દાટેલી છે તે જોજે, કારણકે હાથમાં રહેલ મણિકંકણને જોવા માટે આરીસાની જરૂર પડતી નથી.” (આ પ્રમાણેને અભયકુમારને ગુપ્ત પત્ર વાંચી શિવાદેવીના પ્રિય ચંડપ્રોત રાજાએ તે વાતની ખાત્રી કરવા માટે એક રાજાનાં આવાસની નીચેની ભેંય ખેદાવી, ત્યાં ખેદતાંજ ગુપ્ત રીતે રાખેલી સોનામહે પ્રગટ થઈ. તે જોતાંજ દીન થઈને તે રાજા વિચાર કરવા લાગે-“અહે! અભયકુમારની સરલતા કેટલી છે. તેની મિત્રતા કેટલી છે ! તેના સંબંધની અવસરે જ ઓળખાણ પડી. જે આ વાત તેણે મને જણાવી ન હેત તે